તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:નવસારી જિલ્લાની એકમાત્ર કોવિડ હોસ્પિટલ પોઝિટિવ દર્દી વિનાની

નવસારી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ કેસ 1562, રિકવર 1457, એક્ટિવ 3, મૃત્યુ 102
 • ત્રણેય એક્ટિવ કેસ વાંસદામાં હોમ આઇસોલેશનમાં

આખા નવસારી જિલ્લામાં હવે માત્ર ત્રણ જ કોરોનાના કેસ એક્ટિવ રહ્યા છે અને આ ત્રણેય દર્દી વાંસદા તાલુકામાં હોમ આઇસોલેશનમાં છે. નવસારી જિલ્લામાં કુલ પાેઝિટિવ કેસ 1562 નાેેંધાયા છે. જેમાંથી 102 દર્દીના મૃત્યુ થયા છે, 1457 દર્દી રિકવર થયા છે અને હાલ માત્ર 3 કેસ એક્ટિવ છે. જિલ્લાની એક માત્ર કાેવિડ હાેસ્પિટલમાં હાલ એક પણ પાેઝિટિવ દર્દી દાખલ નથી.

નવસારી જિલ્લામાં સોમવારે કોરોનાની ચકાસણી માટે 396 સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી મંગળવારે કોઈનો રિપોર્ટ કોરોના પોઝિટિવ ન આવ્યો હતો અને કુલ કેસની સંખ્યા 1562 જ રહી હતી. કોરોનાની સારવાર લેતા કોઈ વધુ દર્દી રિકવર ન થતા કુલ રિકવર કેસોની સંખ્યા પણ 1457 જ રહી હતી.હવે જિલ્લામાં એક્ટિવ કેસ માત્ર 3 જ રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં જે ત્રણ એક્ટિવ કેસ રહ્યા છે એ ત્રણેય દર્દી વાંસદા તાલુકાના છે અને તે તમામ હોમ આઇસોલેશનમાં છે.જિલ્લાના અન્ય 5 તાલુકામાં તો હવે એક પણ એક્ટિવ કેસ રહ્યો નથી. હવે જિલ્લાની એકમાત્ર કોવિડ હોસ્પિટલ નવસારી સિવિલ હોસ્પિટલમાં પણ કોઈ જ પોઝિટિવ કેસ સારવાર હેઠળ રહ્યો નથી. મંગળવારે કોવિડ ચકાસણી માટે વધુ 346 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ પેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો