ગુમ:કરાડી ગામના વૃદ્ધ ઘરેથી કહ્યા વગર ચાલ્યા ગયા

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

જલાલપોરના કરાડી ગામે રહેતા 77 વર્ષીય વૃદ્ધ કોઈને પણ કહ્યા વગર ઘરેથી ચાલી જતા તેના ગુમ થયાની જાણ પોલીસ મથકે કરતા એ.એસ.આઈ રાજુભાઇ ગોરખભાઈ તપાસ કરી રહ્યા છે.

જલાલપોર તાલુકાના કરાડી ગામના ઐયુબ અબ્દુલ ખલીફાએ જલાલપોર પોલીસ મથકે માહિતી આપતા જણાવ્યું કે ગુમ થનાર ગુલામભાઈ શેખ (ઉ.વ. 77, રહે. કરાડી, ચોતરા ફળિયુ, તા.જલાલપોર) ગત 10મી નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે કોઈને પણ કશું કહ્યા વગર ઘરેથી ચાલી ગયા હતા. બીજા દિવસે માહિતી મળી કે મછાડમાં એક દવાખાનામાં દાંત દુ:ખવાની દવા લેવા આવ્યા હતા અને નવસારી જતી બસમાં બેસી ગયા હતા. જેથી તેમની નવસારીમાં તેમજ સગાસંબંધીઓમાં શોધખોળ કરવા છતાં તેઓ મળી નહીં આવતા ગુમ થયાની જાણ કરી હતી.

ગુમ થનાર ગુલામભાઈએ આસમાની રંગનું શર્ટ તથા મરૂન કલરનો પેન્ટ પહેર્યો છે. ઉંચાઇ 5 ફૂટ 5 ઈંચ, રંગે ઘઉંવર્ણ, પાતળો બાંધો, તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા બોલે છે. તેમણે ધોરણ-7 સુધીનો અભ્યાસ કર્યો છે. ગુમ થનાર ગુલામભાઈ શેખના પરિવારજનોએ નવસારી અને તેમના સ્વજનોને ફોન કરી શોધખોળ આરંભી દીધી છે. પણ તેમનો પત્તો ન મળતાં આ બાબતે જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા દાંડી ઓપીના એએસઆઇ રાજુભાઇ ગોરખભાઇ તપાસ કરી રહ્યા છે. પોલીસ તપાસમાં હજુ સુધી આ વૃદ્ધનું કોઇ અતો પતો જાણવા ન મળ્યો હોવાની માિહતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...