મહિલા સશક્તિકરણ એ હાલની સરકારનો મુખ્ય ઉદ્દેશ કહી શકાય ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.99 લાખ મતદારો છે જેમાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ નોંધાઈ છે. આદિવાસી વિસ્તારોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ હોવાનુંએ આદિવાસી સમાજ અને સરકારના અથાગ પ્રયાસોનુજ઼ પરિણામ માનવામાં આવે છે.
વાંસદા વિધાનસભા 177 માં હાલ જયારે કોંગ્રેસના ધારાસભ્ય છે ત્યારે સ્ત્રીઓનું મહત્વ આ બેઠક પર વધુ જોવા મળી રહ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ સમગ્ર નવસારી જિલ્લામાં 10,78,260 મતદારો નોંધાયા છે. જેમાં જલાલપુર વિધાનસભા વિસ્તારમાં 2.36 લાખ, નવસારી વિધાનસભા વિસ્તારમાં 2.49 લાખ, ગણદેવી વિધાનસભામાં 2.92 લાખ, અને વાંસદા વિધાનસભામાં સૌથી વધુ 2.99લાખ મતદારો નોંધાયા છે. જેમાં વાંસદા તાલુકાની વાત કરવામાં આવે તો 177 વાંસદા વિધાનસભામાં 1,47,146 પુરૂસો ની સામે 1,52,399મહિલા મતદારો છે. જ્યાં સ્પષ્ટ થઇ રહ્યું છે કે પાંચ હાજર થી વધુ મહિલા મતદાર વાંસદા વિધાનસભા વિસ્તારમાં નોંધાયા છે. જે આદિવાસી વિસ્તાર અને ST બેઠક માટે નિર્ણાયક મતદારો સાબિત થશે.
મહિલા મતદારોની વાત કરવામાં આવે જેમાં ખાસ કરીને આદિવાસી સમાજમાં મહિલાઓને લઈ ખુબ જાગૃતિ વાંસદા તાલુકામાં હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા પણ મહિલાઓ માટે વિવિધ યોજનાઓ થકી તેમને આગળ લાવવાના સતત ને સતત પ્રયાસો કરવામાં આવ્યા છે ચૂંટણીલક્ષી કાર્યક્રમ દરમિયાન પણ જિલ્લામાં 1147 જેટલા પોલિંગ સ્ટેશન બનાવવામાં આવે છે જેમાં 330 તો ફક્ત વાંસદા તાલુકામાં જ છે જેમાંથી પણ સાત જેટલા સખી પોલિંગ સ્ટેશનની રચના કરવામાં આવી છે આ સાત સખી પોલિંગ સ્ટેશનમાં મહિલાઓ ફરજ બજાવશે. મહત્વનું છે કે આદિવાસી વિસ્તારની મહિલાઓ અને આદિવાસી સમાજમાં જાગૃતિ અન્ય સમાજ કરતા વધુ હોવાનું પણ અગ્રણીઓએ જણાવ્યું હતું.
નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભા બેઠક ની જેમ અન્ય વિધાનસભા બેઠકોમાં પણ સ્ત્રી મતદારોની સંખ્યા વધુ થાય તે અંગેના પ્રયાસો સ્થાનિક તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવા ચોક્કસ યોગ્ય ગણાશે કારણકે વાંસદા તાલુકામાં 5,000 જેટલી મહિલા મતદારો એ નિર્ણાયક મતદારો પણ સાબિત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.