માહિતી:નેશનલ-સ્ટેટ હાઇવે તથા અન્ય રોડ પર અકસ્માતમાં વર્ષ-2021માં 196થી ઘટી વર્ષ-2022માં મૃતાંક 184 થયો

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટ્રાફિક અવે રનેસને લઇ અને નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસની સફળ કામગીરીને લઇ અકસ્માતમાં મૃત્યુ આંકમાં ઘટાડો નોંધાયો

નવસારી જિલ્લામાં વર્ષ-2020 અને 2021મા અકસ્માતની સંખ્યામાં ઘટાડો અને અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો હોવાની માહિતી જિલ્લા ટ્રાફિક વિભાગમાંથી મળી છે. જેમાં જિલ્લા હાઇવે પર વર્ષ-2021માં 196 અને વર્ષ-2022માં 184 લોકોના મોત નિપજ્યા હતા. સુરત રેંજના આઈજી પિયુષ પટેલ દ્વારા માર્ગ અકસ્માત અટકાવવા આપેલી સૂચના આધારે નવસારી જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે માર્ગ અકસ્માત અટકાવવા એકશન પ્લાન બનાવી મૃત્યુદરમાં ઘટાડો લાવવા બાબતે નવસારી જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઇ ડો.જાગૃત જોષીને સૂચના આપી હતી.

તેઓની સુચના તથા માર્ગદર્શનને અગ્રીમતા આપી એકશન પ્લાન બનાવી નેશનલ હાઇવે નં-48 પર ખોટી લેનમાં વાહન હંકારતા ભારે વાહનચાલકો વિરૂદ્ધર મોટર વ્હિકલ એકટની કલમ 184 મુજબ-420 કેસ તથા એમ.વી.એકટ 190(2) મુજબ-40901 જેટલા આર.ટી.ઓ મેમો ભારે વાહનચાલકોને આપી આરટીઓમાં દંડ ભરવાની સમજ આપી હતી. ટ્રાફિક અવરનેસ પ્રોગ્રામો કરી ટ્રક ચાલકોને ટ્રાફિક નિયમોથી માહિતગાર કરી પ્રથમ લેનમાં પોતાનું વાહન ન હંકારવા સારૂ સૂચના આપી હતી. આ પ્રાણઘાતક અકસ્માતો અટકાવવા ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી કરી તેમજ જુલાઇથી ડિસેમ્બર માસ દરમિયાન આ કામગીરી કરી હતી.

જેને પરિણામે ગત વર્ષ કરતા માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં 7 % જેટલો ઘટાડો થયો હતો. રાજયના તમામ જિલ્લા તેમજ 6 કમિશ્નનરેટ એરિયામાં ફકત 6 જિલ્લા/શહેરમાં માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુમાં ઘટાડો નોંધાયો છે. આ 6 જિલ્લા/શહેરમાં ભરૂચ, વડોદરા ગ્રામ્ય, નવસારી, તાપી, અરવલ્લી અને પંચમહાલ- ગોધરાનોસમાવે શ થાય છે. જેમાં નવસારી જિલ્લાના બધા જ માર્ગો પર સને-2021માં જાન્યુઆરીથી જૂન મહિનામાં 108 મૃત્યુ થયા હતા.

કેટલા કેસો થયા
હેલ્મેટ વગર નિકળતા 7423 જેટલા ટુ-વ્હીલર ચાલકોને અટકાવી રૂ. 37,11,500 સ્થળ દંડ કરી તથા નશો કરી વાહન હંકારતા વાહનચાલકો વિરૂદ્ધ એમ.વી.એકટ-185 મુજબ-123 કેસ તેમજ ગેરકાયદે રીતે વાહનોનું રોડ પર પાર્કિગ અને દબણકર્તાઓ દ્વારા ટ્રાફિક અડચણરૂપ બનતા ઇસમો વિરૂદ્ધ આઇ.પી.સી-283 મુજબ કુલ-190 કેસ અને એમ.વી.એકટ 207 મુજબ-242 વાહનો ડિટેન કર્યા હતા. જે વાહનોમાં રિફલેકટર લગાડેલા નહીં હોય તેવા વાહનોમાં રિફ્લેકટર લગાડી અને સમયાંતરે મેડિકલ કેમ્પ યોજી ભારે વાહનચાલકોની આંખ ચકાસણી કરાવી અને નેશનલ હાઇવે નં- 48 પર આવેલા હોટેલ-ઢાબાઓ પર કુલ-148 કાર્યક્રમ કરાયા હતા.

નવસારીમાં હાઇવે પરઅકસ્માત મોતમાં 7 ટકાનો ઘટાડો
રાજયમાં વર્ષ-2022 દરમિયાન માર્ગ અકસ્માતમાં 5 % નો વધારો અને માનવમૃત્યુ દરમાં ૩ % નો વધારો થયો છે ત્યારે નવસારી જિલ્લામાં ગત વર્ષ દરમિયાન નેશનલ હાઇવે,સ્ટેટ હાઇવે તથા અન્ય રોડ પર વર્ષ 2021માં 196 અને વર્ષ-2022માં 184 મૃત્યુ થયા હતા. જે જોતા સમાંતર વર્ષમાં 7 % મૃત્યુ દર ઘટાડવામાં નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ સફળ રહી છે. નવસારી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સારી કામગીરી કરી છે. > ડો.જે.એન.જોશી, PSI, જિલ્લા ટ્રાફિક

અન્ય સમાચારો પણ છે...