તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:‘ના કર સમિતિ’ ટોલ ટેક્સ સામે સૌપ્રથમ પત્રિકાનું શસ્ત્ર ઉગામશે

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • બોરીયાચ નાકે 15મીથી ટેક્સનો વિરોધ કરાશે

નવસારી નજીકના બોરીયાચ ટોલનાકે ‘ફાસ્ટ ટેગ’ અંતર્ગત સ્થાનિક જિલ્લાના વાહનોનો પણ 15મી ફેબ્રુઆરીથી ‘ટેક્સ’ લેવાના ફતવા સામે હવે ‘ના કર સમિતિ’ જનજાગૃત લાવવા પત્રિકાનું વિતરણ કરશે.નવસારી પાસે ને. હા. નં. 48 પર બોરીયાચ ગામ હદમાં આવેલા ટોલનાકામાં જ્યારથી નાકુ બન્યું ત્યારથી જિલ્લાના સ્થાનિક (જીજે-21) વાહનોનો ટેક્સ લેવાતો નથી. જોકે ‘ફાસ્ટ ટેગ’ની નીતિ અંતર્ગત હવે 15મી ફેબ્રુઆરીથી જિલ્લાના સ્થાનિક વાહનોનો પણ ટેક્સ લેવાની જાહેરાત કરી દેવાઈ છે. જેનો જિલ્લામાં વ્યાપક વિરોધ છે. આ નિર્ણય સામે લડવા ‘ના કર સમિતિ’નું ગઠન કરાયું છે.

આ સમિતિ દ્વારા સાતેક દિવસ અગાઉ જ જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પણ આપ્યું હતું. જેમાં સ્થાનિક વાહનો ઉપર પણ ટેક્સ લેવાનો વિરોધ કરી તે નિર્ણય પરત ખેંચવાની માગ કરાઈ હતી. જોકે હજુ સુધી ઉક્ત નિર્ણય પરત ખેંચવામાં આવ્યો નથી. આ સ્થિતિમાં સ્થાનિક નવસારી જિલ્લાના વાહનચાલકોમાં જનજાગૃતિ લાવવાનો નિર્ણય ‘ના કર સમિતિ’એ લીધો છે. જે અંતર્ગત આગામી દિવસોમાં લોકોમાં ટેક્સનો વિરોધ કરવા અને જાગૃતિ લાવવા ‘પત્રિકા’ વિતરણનો નિર્ણય લેવાયો છે.

નજીકના લોકોને વધુ અસર
બોરીયાચ ટોલનાકાથી રોજના અંદાજે 7 હજાર સ્થાનિક જિલ્લાના વાહનો પસાર થાય છે. આમ તો જિલ્લાભરમાંથી વાહનો આ નાકેથી પસાર થાય છે પરંતુ વધુ પ્રમાણમાં બોરીયાય નજીકના ગામોના લોકોની અવરજવર વધુ છે અને તેમને વધુ અસર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો