તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • The Next President Of Navsari District Panchayat Is Bakshipanch, In 4 Taluka Panchayats ST. And President General In 2 Taluka Panchayats

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:નવસારી જિલ્લા પંચાયતના આગામી પ્રમુખ બક્ષીપંચના, 4 તાલુકા પંચાયતમાં એસ.ટી. અને 2 તાલુકા પંચાયતમાં પ્રમુખ સામાન્ય

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા પંચાયતમાં ચીખલી-ખેરગામમાં એસટી મહિલા અને જલાલપોરમાં સામાન્ય મહિલા ઉમેદવાર પ્રમુખ બનશે

નવસારી જિલ્લા પંચાયતના આગામી પ્રમુખ બક્ષીપંચના હશે. જિલ્લાની 6માંથી 4 તાલુકા પંચાયતના પ્રમુખ અનુસૂચિત આદિજાતિ વર્ગના બનશે. નવસારી જિલ્લા પંચાયત અને જિલ્લામાં આવેલી 6 તાલુકા પંચાયતની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરવાની મુદત તો 8મી જાન્યુઆરીથી શરૂ થશે પણ રાજકીય પક્ષમાં દાવેદારી થઈ ગઈ છે અને થઈ રહી છે. આ દરમિયાન જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રમુખની બેઠકનું અનામતનું રોટેશન કઈ રીતનું હશે તેની જાહેરાત વિકાસ કમિશ્નરરમાંથી થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ 30 બેઠકોવાળી નવસારી જિલ્લા પંચાયતના આગામી પ્રમુખ બક્ષીપંચ (સા.શૈ,પછાત વર્ગ)ના બનશે.જિલ્લામાં આવેલી 6 તાલુકા પંચાયતોમાં 4 તાલુકા પંચાયતોના પ્રમુખ અનુસૂચિત આદિજાતિ વર્ગના બનશે. આ 4 તાલુકા પંચાયતોમાં વાંસદા,ખેરગામ,ચીખલી અને ગણદેવીનો સમાવેશ થાય છે. આ 4 માં પણ ચીખલી અને ખેરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ મહિલા અનુસૂચિત આદિજાતિ વર્ગના બનશે. જિલ્લાની 2 તાલુકા પંચાયત નવસારી અને જલાલપોરના આગામી પ્રમુખ સામાન્ય વર્ગના હશે,જેમાં પણ જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ મહિલા સામાન્ય વર્ગના બનશે.

જિ.પં. ગત ટર્મના બંને પ્રમુખની દાવેદારી નહીં
નવસારી જિલ્લા પંચાયતમાં ગત ટર્મમાં અઢી વર્ષ પ્રમુખ તરીકે દિનેશભાઇ પટેલ હતા અને અઢી વર્ષ ડો અમીતાબેન પટેલ હતા.આ બંને ગત ટર્મના પ્રમુખે આગામી ચૂંટણી માટે પોતાના ભાજપ પક્ષમાં ટિકિટ માટે દાવેદારી કરી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો