તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે બાળદિન:નહેરૂએ લોકાર્પણ કરેલી નવસારીની ટાંકી હજુ અડીખમ

નવસારી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દાંડી આવેલા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની યાદગાર નવસારી મુલાકાત

સને 1960-61મા ભારતના તે વખતના વડાપ્રધાન પંડિત નહેરૂ નવસારી આવ્યા હતા ત્યારે તેમણે જે સિલોટવાડની ટાંકીનું લોકાર્પણ કર્યું હતું તેમાંથી 60 વર્ષથી શહેરને અવિરત પાણી પાલિકા પૂરું પાડી રહી છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ નવસારીમાં એક જ વખત આવ્યાની જાણકારી છે. તેઓ સને 1960-61માં ઐતિહાસિક દાંડીમાં એક કાર્યક્રમ અર્થે આવ્યા છે. દાંડીના મુખ્ય કાર્યક્રમની સાથે તેમના બે વધુ કાર્યક્રમનું નવસારી શહેરમાં આયોજન કરવામાં આવ્યાનું પાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ એ.ડી. પટેલ જણાવે છે. જેમાં એક કાર્યક્રમ નવસારીના સિલોટવાડ વિસ્તારમાં તૈયાર કરાયેલ પાણીની ટાંકીના લોકાર્પણનું હતું. શહેરમાં અગાઉ એક વોટરવર્કસની ટાંકી હતી, બાદમાં આ સિલોટવાડની બીજી ટાંકી પાલિકાએ બનાવી હતી. પંડિત નહેરૂએ આ સિલોટવાડની ટાંકીનું લોકાર્પણ કર્યા બાદ ખાલીખમ એવા દુધિયા તળાવમાં જાહેર સભા પણ કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, આશરે 1960-61માં (આજથી 60 વર્ષ અગાઉ) બનાવાયેલ સિલોટવાડની ટાંકી હજુ પણ હયાત છે, જોકે તેનું રિનોવેશન એક-બે વખત કરાયાનું એ.ડી. પટેલ જણાવે છે. 60 વર્ષથી આ ટાંકીમાંથી શહેરીજનોને પાણી અપાઈ રહ્યું છે. આજે પણ આ ટાંકીમાંથી પાણી અપાઈ રહ્યું છે. જોકે પાલિકાએ અહીં વિકલ્પરૂપે બીજી ટાંકી જરૂર બનાવી છે. શહેરના ઘણાં વિસ્તારોમાં પાણી અહીંથી અપાઈ રહ્યાનું પાલિકા જણાવે છે. પંડિત નહેરૂ સાથે આ પ્રવાસમાં તે વખતના અગ્રણી સ્વ. મોરારજી દેસાઈ પણ સાથે રહ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે, નહેરૂના આ કાર્યક્રમનું આયોજન કરાવવામાં તે વખતના નવસારીના અગ્રણી મહેશભાઈ કોઠારીએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી શહેરમાં જૂની ટાંકી તરીકે જાણીતી આ સિલોટવાડની ટાંકી આજે પણ અડીખમ ઉભી રહી છે અને લોકોના ઘર સુધી તેમાંથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને લોકોની તરસ છીપાવવાની ભગીરથ કાર્ય પાલિકા દ્વારા કરાઇ રહ્યું છે. આ ટાંકીને મરામત કરી લાંબો સમય ટકી રહે તે માટે પાલિકા દ્વારા અવારનવાર તેનું આયોજન કરાતું રહ્યું છે. શહેરનો અડધો વિસ્તારને આ પાણીની ટાંકીમાંથી પાણી પહોંચાડાતું હતું. હવે તેમાં થોડો ફેરફાર કરીને અન્ય જગ્યાએ ટાંકીની વ્યવસ્થા કરી શહેરીજનોને પાણી પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. જોકે, આ સિલોટવાડની ટાંકીમાંથી શહેરનો અડધા વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે. આજે પણ શહેરમાં આ ટાંકીના કારણે આસપાસનો વિસ્તાર જાણીતો બન્યો છે. આ પાણીની ટાંકીના કારણે આજેપણ શહેરીજનો પાણી વિના તરસ્યા રહેતા નથી. કારણકે આ ટાંકીમાં હજારો લીટર પાણીનો સંગ્રહ કરી લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેને લઇને શહેરીજનો આખું વર્ષ પીવાના પાણી માટે ટાંકી પર નિર્ભર રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો