બેદરકાર તંત્ર:‘જમશેદજી ટાટા રોડ’ ઉપર જ ‘શ્રીમદ રાજચંદ્ર રોડ’ નામ આપી ભાંગરો વટાયો

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૂનાથાણા નજીક ટાટા રોડ નામકરણની તક્તી. - Divya Bhaskar
જૂનાથાણા નજીક ટાટા રોડ નામકરણની તક્તી.
  • નવસારીમાં જન્મેલ ટાટા છેલ્લા દશકાના દુનિયામાં સૌથી મોટા દાનવીર જાહેર થયા છે

નવસારી પાલિકાએ શહેરના મુખ્ય 3 માર્ગોના નામકરણનો નિર્ણય તો લીધો પરંતુ એક માર્ગનું નામ તો અગાઉથી અપાયેલ હતું, છતાં પુન: નવું નામ આપી દેવાયું છે. આમ તો નવસારી શહેરમાં અનેક રસ્તાના નામો સમયાંતરે અહીંની પાલિકા આપતી રહી છે. જૂના નવસારી પાલિકા હદ વિસ્તાર ઉપરાંત વિજલપોર અને પાલિકામાં ભળેલ 8 ગામોના વિસ્તારોના અનેક રસ્તાના નામ હજુ આપવામાં આવ્યાં નથી.

હાલ પાલિકાએ કેટલાક માર્ગોના નામકરણનો નિર્ણય લીધો છે. હાલ પાલિકાની સામાન્ય સભાએ ત્રણ મુખ્ય માર્ગનું નામકરણ કરવાના કામને મંજૂરી આપી છે, જેમાં જૂનાથાણ વિવેકાનંદ સર્કલથી ગ્રીડ માર્ગને ‘પ્રમુખસ્વામી માર્ગ’, છાપરા રોડને ‘જયહિંદ માર્ગ’ નામકરણ કરાયું છે. જોકે ત્રીજા મુખ્ય માર્ગના નામકરણમાં પાલિકાએ ‘ભાંગરો વાટ્યો’ છે. પાલિકાએ જૂનાથાણા વિવેકાનંદ સર્કલથી એલસીબી ઓફિસ (ડેપો સર્કલ) સુધીના માર્ગને શ્રીમદ રાજચંદ્ર માર્ગ નામકરણ કરી દીધું છે. અહીં ઉલ્લેખનીય છે કે આ માર્ગનું નામકરણ અગાઉથી કરેલ જણાય છે.

જૂનાથાણાથી લુન્સીકૂઈ થઈ તીઘરા નાકા તરફ જતા માર્ગને નવસારીમાં જન્મેલ અને ‘દુનિયામાં સૌથી મોટા દાનવીર’ જાહેર થયેલા જમશેદજી ટાટા માર્ગ અપાયું જ હતું, જે માર્ગની તક્તી જૂનાથાણા નજીક આરસીસી સ્ટ્રકચર બનાવી મૂકવામાં આવી છે. જો રોડનું નામ અગાઉથી હોય તો ફરી કેવી રીતે આપી શકાઈ ? પાલિકાએ આ રોડનું નામનો ઠરાવ કમિટીમાં કરી સામાન્ય સભામાં મંજૂરી પણ આપી દીધી છે.

ભૂલ થઇ ગઇ છે, માત્ર સ્ટેચ્યુ જ મૂકવાના છે
ઉક્ત માર્ગનું નામ બદલવાના નથી. ભૂલથી શ્રીમદ રાજચંદ્રજી માર્ગ નામકરણ કરી દેવાયું છે. રાજચંદ્રજીનું સ્ટેચ્યુ જ ડેપો સર્કલ નજીક મુકવાના છે. - જીગીશ શાહ, પ્રમુખ, નવસારી પાલિકા

અન્ય સમાચારો પણ છે...