તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી યાત્રા:ગામનું નામ પાણીખડક, પણ વર્ષોથી અહીંની પાણી સમસ્યાનો હલ ના થતા ગામલોકોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય અનંત પટેલે લોકોની પાણી સમસ્યા જાણવા 'પાણી યાત્રા'નો પ્રારંભ કર્યો

ખેરગામ તાલુકામાં આવેલા પાણીખડક ગામના ત્રણ ફળિયામાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હલ થઇ નથી જેને લઇને દર વર્ષે અહીંના કોંગ્રેસી ધારાસભ્ય પાણી યાત્રાનું આયોજન કરે છે જેમાં તેઓ અસરગ્રસ્ત ગામોમાં જઈને ગ્રામજનો સાથે પાણીની સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય તે માટે બેઠક યોજે છે. ધારાસભ્ય અનંત પટેલે તેમની વિધાનસભા માં આવતા વાંસદા ના 22 પૈકી 12 ગામોમાં પાણી યાત્રાની શરૂઆત કરી છે સાથે ખેરગામના 6 ગામો માં ફરશે જેની આજ થી શરૂઆત કરી છે,

ખેરગામ તાલુકાના પાણીખડક ગામમાં પાણીની ઉદ્ભવેલી સમસ્યાના પગલે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મહિલાઓ સાથે પાણીખડક ગામે પાણીયાત્રા કાઢી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી.

ખેરગામ તાલુકાના અંતરિયાળ ગામો જ્યાં પાણીની વિકટ સમસ્યા ઉનાળા દરમિયાન ઉદભવતી હોય છે. દર વર્ષે ઉનાળાની આખરમાં પાટી, તોરણવેરા,જામનપાડા, કાકડવેરી સહિતના ગામોમાં પાણીની સમસ્યા ઉદભવતી હોય છે. આ ગામો સરકારની વાસ્મો યોજનામાં આવરી લેવામાં આવેલા છે પરંતુ પાણીખડકમાં ઘણાં સમયથી યોજના મંજૂર થવા છતાં લોકોને પાણી મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. પાણીખડક ગામના ટોપલ ફળિયા, કન્ટોલ ફળિયા અને પટેલ ફળિયામાં પાણીની સમસ્યા હોય મહિલાઓએ સ્ટેટ હાઇવે ઓળંગીને માથે બેડાં લઈ ખાનગી બોર ઉપર પાણી ભરવા જવું પડે છે.

આ મામલે ગામની મહિલાઓએ ધારાસભ્યને રજૂઆત કરતા ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાણીખડક ગામે પાણીયાત્રા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કાઢવામાં આવી હતી. જેમાં ગામની મહિલાઓ અને આગેવાનો પણ જોડાયા હતા. ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય રાજેશ પટેલ, સુભાષ પટેલ, પુરવ પટેલ, માજી તાલુકા પંચાયતના સભ્ય વિભાબેન દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

નવસારી જિલ્લામાં ચીખલી અને વાંસદા તાલુકામાં વર્ષોથી અંતરયાળ ગામોમાં પાણીની બુમરાણ ઉઠથી રહી છે પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી આ બાબતે યોગ્ય કાર્યવાહી ન કરતા આ વિસ્તારમાં પાણીની સમસ્યા ઠેરની ઠેર રહી છે.

ગામમાં કેટલાક લોકોએ ખાનગી બોરવેલ બનાવવા ની તૈયારી બતાવી પણ 500 ફૂટ સુધી પણ પાણી ન મળતા તેઓ નિરાશ થતા છે બોરવેલ કરી આપતી કંપની માંડ 350 ફૂટ સુધી લાઈન નાખી આપે છે તેવી પરિસ્થિતિ માં સરકાર ગામને પાણી પહોંચાડવા પ્રયત્ન કરે તો સ્થિતિ બદલાય તેમ છે.આજથી છ મહિના પહેલા કોઇ પ્રાઇવેટ એજન્સી દ્વારા આજુબાજુના 900 લોકોએ 13,700 લેખે બોરવેલ બનાવવાની ખાત્રી આપી ને પૈસા ઉસેડી છેતરપિંડી કરી હતી જે મામલે લોકોએ ગઠિયા સામે ફરિયાદ કરતાં હાલ આરોપી જેલની હવા ખાઇ રહ્યો છે પણ પાણી ના નામે ખેરગામ સહિત અંતરિયાળ ના આદિવાસી વિસ્તારના લોકો પાણી નું નામ પડતા મો માંગી રકમ આપવા ત્યાર છે. પણ તેને અને પશુપાલન માટે જરૂરી પાણી ઉપલબ્ધ થવું જરૂરી છે.

આઝાદીના આટલા વર્ષો બાદ પણ અંતરિયાળ ના આદિવાસી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. હાલ ગામની મહિલાઓ પાણી ભરવા માટે ગામમાં આવેલા અન્ય બોરવેલ ધરાવતા લોકોના ઘરે જઈને પાણી ભરવા મજબુર બની છે મહિલાઓને રાજ્ય ધોરીમાર્ગ ઓળંગીને પાણી ભરવા જવું પડે છે આ સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ડેટા એકત્ર કરીને રાજ્ય સરકારને આ વિસ્તારમાં બોર અથવા હેન્ડપમ્પની સવલત ઊભી થાય તે માટે અરજી કરશે.

કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યા મુજબ આ ગામના પાણીની સમસ્યા વર્ષોથી ઉકેલાઈ નથી તેઓ પાણી યાત્રા દ્વારા સરકારી એજન્સીઓની અને સરકારને રજૂઆત કરવા માંગે છે કે અહીંના ગામલોકો તથા પશુ પાલન કરતાં લોકોને પાણીની સંખ્યામાં જરૂર પડે છે ત્યારે ગામમાં જરૂરિયાત મુજબ ટાંકી બનાવવામાં આવે તેવી માંગ પણ ધારાસભ્ય કરી છે.

પીવાનું તેમજ પશુ માટે પાણી મેળવવું મુશ્કેલ છે
પાણીખડકના ત્રણ ફળિયામાં પાણીની સમસ્યાના કારણે લોકો ઘણાં સમયથી પરેશાન છે. પીવાના પાણીની સાથે પશુઓ માટે પણ પાણી મેળવવું લોકો માટે મુશ્કેલ બને છે. આવી સ્થિતિ વચ્ચે મહિલાઓએ ખાનગી બોર સુધી માથે બેડાં લઈ પાણી લેવા જવું પડે છે. અહીં તાત્કાલિક બોર થાય તો પાણીની સમસ્યા ઉકેલાય શકે છે, જેના માટે ગુરૂવારે ગ્રામજનો સાથે પાણીયાત્રા યોજવામાં આવી હતી. > અનંત પટેલ,ધારાસભ્ય, વાંસદા-ચીખલી

​​​​​​​પાણીની સમસ્યાનો ઝડપી ઉકેલ જરૂરી
પાણીખડક ગામના ટોપલ ફળિયા, કન્ટોલ ફળિયા અને પટેલ ફળિયામાં પાણી માટે ઘણી મુશ્કેલી લોકોએ વેઠવી પડે છે. લોકો મજૂરી કરે કે પાણી ભરે, આવી સ્થિતિ વચ્ચે રસ્તો ઓળંગી મહિલાઓ પાણી ભરવા જાય છે. જ્યાં રસ્તા પર વાહનોની અવરજવર હોય અકસ્માતનો પણ ભય રહે છે. પાણીની સમસ્યાનો ઝડપી ઉકેલ આવે એ જરૂરી છે. > વિભાબેન પટેલ, માજી તા.પં. સભ્ય

અન્ય સમાચારો પણ છે...