નિર્ણય:પાલિકા 72 જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ કરશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનના 72 વર્ષમાં પ્રવેશ નિમિત્તે કરાયેલો નિર્ણય

નવસારી શહેરમાં વરસાદ તો વર્ષો વર્ષ ઘણો પડે છે પણ તેમાનું મહત્તમ પાણી જમીનમાં જતું નથી અને અન્યત્ર વહી જ જાય છે. આ સ્થિતિને ટાળવા વોટર હાર્વેસ્ટિંગ વધુ પ્રચલિત બન્યું છે. અહીંની નગરપાલિકાએ પણ બે વર્ષ અગાઉ આયોજન કર્યું હતું,જોકે ગત વર્ષથી કોવિડના કારણે ખાસ વધુ જગ્યાએ કામગીરી થઈ ન હતી. હવે પુનઃ આ કામગીરીને વેગ આપવાનો પાલિકાએ નિર્ણય કર્યો છે. જેની એક મિટીંગ તો નવસારીના એડિશનલ કલેકટરે પણ લીધી હતી. નરેન્દ્ર મોદીના જન્મદિને તેની શરૂઆત કરાઈ હતી.

આ અંગે માહિતી આપતા પાલિકા પ્રમુખ જીગીશ શાહે જણાવ્યું કે, નવસારી વિજલપોર પાલિકાના હદ વિસ્તારની મહત્તમ સોસાયટી, એપાર્ટમેન્ટ વગેરેમાં વોટર હાર્વેસ્ટિંગ કરવાની પાલિકાની નેમ છે,જેની શરૂઆત વડાપ્રધાનના જન્મદિને કરાઈ છે. 72માં વર્ષમાં પ્રવેશે 72 જગ્યાએ શરૂઆત કરાઈ હતી. વોટર હાર્વેસ્ટિંગને સફળ બનાવવા નવસારી બિલ્ડર એસોસિએશનના અગ્રણી ભરતભાઇ સુખડીયાએ પણ સહયોગ આપવાની સંપૂર્ણ ખાતરી આપી છે.

બોલો ! ચોમાસાના અંતમાં શરૂઆત
હાલ અડધો સપ્ટેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને ચોમાસુ પણ અંત ભણી છે ત્યારે વરસાદી પાણી જમીનમાં ઉતારવા પાલિકાએ હાર્વેસ્ટિંગની તજવીજ કરતા ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...