વેરા વધારો કરાયો:વિજલપોર વિસ્તારના ઉદ્યોગોનો પાલિકાએ 42થી 65% વેરો વધાર્યો

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી પાલિકામાં જોડાતા જ વેરા વધારો કરાયો
  • ઉદ્યોગનગર સંઘે વેરા વધારા સામે વિરોધ કર્યો

વિજલપોરના ઉદ્યોગનગર વિસ્તારમાં પાલિકાએ ચાલુ વર્ષે વેરામાં 42થી 65 ટકાનો વધારો કરતા ઉદ્યોગનગર સંઘે વિરોધ કર્યો છે.વિજલપોરમાં વર્ષોથી ઉદ્યોગનગર વિસ્તારમાં ઉદ્યોગો આવેલા છે.અહીં પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ ઉદ્યોગોનો વેરો વસુલતી આવી છે. અહીં 110 જેટલા મધ્યમ અને 165 નાના ઉદ્યોગો આવેલા છે અને અંદાજે અઢી હજાર લોકો તેમાં કામ કરે છે.

અગાઉ વિજલપોર પાલિકા અહીંનો વેરો વસુલતી હતી પણ વિજલપોરનો નવસારીમાં સમાવેશ કરવામાં આવતા હવે નવસારી વિજલપોર નગરપાલિકા વેરાની વસુલાત કરી રહી છે. ગત વર્ષે તો પાલિકાએ અહીં વેરા વધાર્યો ન હતો પણ ચાલુ સાલથી વેરામાં ભારે વધારો કર્યો છે. અંદાજે 42થી 65 ટકાનો વેરા વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉદ્યોગો માટે કપરા સમયમાં વેરા વધારો કરવામાં આવતા ઉદ્યોગકારોમાં નારાજગી ફેલાઈ છે,જેની રજૂઆત પાલિકામાં પણ કરાઈ છે.

વેરા વધારો યોગ્ય નથી
ઉદ્યોગનગર વિસ્તારમાં પાણી,ગટર,રોડ,સ્ટ્રીટલાઈટ વિગેરે અમારું જ છે.રોડ પણ મેઇન્ટેન્સ કરીએ છે.આ સ્થિતિમાં અમારા પર 42થી 65 ટકાનો વેરા વધારો કરાયો એ યોગ્ય નથી.
> જીતેન્દ્ર પાનસરા, પ્રમુખ, ઉદ્યોગનગર સંઘ

અન્ય સમાચારો પણ છે...