તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક કાર્યવાહી:પૂર્વ પાલિકા સભ્યે કરેલું દબાણ અંતે નગરપાલિકાએ તોડી પાડ્યું

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપ્તાહ અગાઉ સ્થાનિકોએ સીઓને ફરિયાદ કરી હતી

નવસારીમાં વોર્ડ નંબર-13માં સરસ્વતિ મંદિર પાસે આદિવાસી સમાજ અશુભ પ્રસંગે વિસામાની જગ્યાનો ઉપયોગ કરતા હતા, તે જગ્યાએ પૂર્વ નગરસેવક દ્વારા બાંધકામ કરી દેવાતા તાત્કાલિક અસરથી તોડવા માટે સ્થાનિકોએ ચીફ ઓફિસરને ફરિયાદ કરી હતી. સોમવારે સવારે જ નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર કરેલું દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

નવસારીના વોર્ડ નંબર-13ના સ્થાનિકોએ વિસામાની બાજુમાં પૂર્વ નગરસેવક દ્વારા કરાયેલું દબાણ દૂર કરવા પાલિકાના સીઓને ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજ દશેરા ટેકરી સરકારી ગોડાઉન નજીક અને સરસ્વતિ મંદિર સામે આવેલી જગ્યામાં અદિવાસી સમાજ અશુભ પ્રસંગે વિસામાની જગ્યાનો ઉપયોગ કરતા આવ્યા છે.

જ્યાં નગરપાલિકાના માજી નગરસેવક દ્વારા જમીનમાં ગેરકાયદેસર રીતે કબજો જમાવી કોઇપણ પ્રકારની અધિકૃત પરવાનગી વિના રેતી, સિમેન્ટ અને ઈંટવાળુ પાકું બાંધકામ કરી જગ્યા પર હક જમાવ્યો છે. આ જમીન સાથે આદિવાસી સમાજની લાગણીઓ જોડાયેલી છે. આ ફરિયાદને પગલે સોમવારે નવસારી-વિજલપોર નગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...