તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:નગરપાલિકાએ 6 મિલકતના નળ અને 3ના ગટર કનેકશન કાપ્યા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NOC ન લેનારા સામે પાલિકાની લાલ આંખ
  • બે માસથી પાલિકાએ નોટિસ આપી હતી

નવસારી-વિજલપોર પાલિકા દ્વારા ફાયરની એનઓસી માટે નોટિસ આપવા છતાં નહીં લેતા 6 મિલકતના નળ અને 3 મિલકતના ગટર કનેક્શન કાપી નાંખતા અન્ય મિલકતદારોમાં ફફડાટ ફેલાયો છે. નવસારી- વિજલપોર પાલિકામાંથી મળતી મુજબ ફાયર સેફટીના મુદ્દે પાલિકા દ્વારા છેલ્લા બે માસથી પાલિકા દ્વારા મિલકતદારોને નોટિસ આપવામાં આવી હતી.

જોકે મિલકતદારોએ આ નોટિસને ગંભીરતાથી નહીં લેતા તેઓએ કોઈપણ જાતનું પ્રમાણપત્ર નહીં લેતા ગુરૂવારે નવસારી-વિજલપોર પાલિકા દ્વારા આવા મિલકતતદારો સામે કડક કાર્યવાહી કરતા 9 મિલકતદારોના ગટર અને નળ જોડાણ કાપવાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રથમ દિવસે ગુરૂવારે 6 મિલકતના નળ અને 3 મિલકતના ગટર કનેક્શન કાપ્યા હતા.

પાલિકા શુક્રવારે પણ આ કાર્યવાહી ચાલુ રાખશે. જેને પગલે ફાયર એનઓસી નહીં લેનારા મિલકતદારોમાં ફફડાટ પેસી ગયો છે. શહેરમાં પાલિકા સત્તાધીશોના આકરા વલણને લઇને હવે ફાયર સેફટીની એનઅોસી નહીં લેનાર અને ગેરકાયદે કનેકશન રાખનારાઓમાં ભારે હોબાળો મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...