છેતરપિંડી:કૃષિ યુનિવર્સિટીના કર્મીના નાણા ગઠિયો છેતરપિંડીથી ઉપાડી ગયો

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કુરિયર કંપનીએ ઓનલાઇન પેમેન્ટ માટે લિંક મોકલી હતી

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા મૂળ ગોધરાના કર્મચારીને તેમની બેંકમાંથી કુરિયર મારફતે ક્રેડિટ કાર્ડ મોકલવામાં આવ્યો હતો. હાલ નવસારી રહેતા હોય આ બાબતે ઓનલાઇન પેમેન્ટ માટે એક લિંક કુરિયર કંપનીના નામે મોકલાવી હતી. કર્મીએ આ લિંક ઓપન કરતા ગઠિયાઓએ તુરંત જ રૂ. 15 હજાર ઉપાડી લીધા હતા. મૂળ ગોધરામાં રહેતા અને હાલ નવસારીમાં રહેતા દેવેન્દ્ર રાણાએ જલાલપોર પોલીસ અને એલસીબીમાં ફરિયાદ આપતા જણાવ્યું કે તેઓએ એક ખાનગી બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. તેમના મોબાઈલ પર કુરિયર કંપની મારફતે ક્રેડિટ કાર્ડ મોકલવામાં આવ્યો હોવાનો મેસેજ આવ્યો હતો.

આ બાબતે કુરિયર કંપનીમાં ફોન કરતા તેઓએ જણાવ્યું કે, તમારું સરનામું મળ્યું નહીં હોવાથી આ બાબતે એક લિંક મોકલી હતી અને રૂ. 10 જમા કરવા જણાવ્યું હતું. આ લિંક ઓપન કરતા તરત બીજી લિંક આવી હતી, જેમાં આ લિંક શેર કરવાનું જણાવતા આ દરમિયાન તેમના ખાતામાંથી 15 હજાર જેટલી રકમ બારોબાર ઉપડી ગઈ હતી. જોકે ત્યારબાદ તેમણે તરત બેંકને જાણ કરી આ ખાતું બ્લોક કરવા જણાવ્યું હતું. આ બાબતે સ્થાનિક પોલીસને અરજી આપી હતી.

કોઈપણ અજાણી લિંકને ઓપન કરવું જોખમકારક
અમે હાલ નવસારી રહેતા હોય ક્રેડિટ કાર્ડ બાબતે જે કુરિયર કંપનીનો ફોન નંબર સોશિયલ સાઈટ પર હતો તેના પર ફોન કર્યો હતો. આ ફોન જે તે કુરિયર કંપનીનો જ હતો. આજના જમાનામાં લાલચ કે અન્ય કોઈ કારણસર અજાણી લિંક ખોલીને પર્સનલ માહિતી આપવી નહીં જોઈએ. સાયબર ક્રાઈમથી બચવા આપણે સજાગ રહેવું જોઈએ. - દેવેન્દ્ર રાણા, ભોગ બનનાર

અન્ય સમાચારો પણ છે...