તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધંધામાં નરમી:કોરોના કાળમાં તમામ ધંધામાં નરમી સામે મોબાઇલ માર્કેટ ગરમ

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિશ્વમાં કોરોનાને કારણે વેપાર-રોજગાર ઠપ થયા હતા. લોકો પોતાના રક્ષણ માટે ચિંતિત હતા. વેપારીઓ પોતાનો બિઝનેસ ઠપ થતાં નાસીપાસ થયા હતા. એવામાં એક નવા ક્ષિતિજનું આ કોરોના કાળમાં ઉદય થયો. કોરોના કાળમાં તમામ ધંધામાં નરમી સામે મોબાઇલ માર્કેટ ગરમ રહ્યું હતું. કોરોના કાળમાં નવસારી જિલ્લામાં શાળા-કોલેજ અને બિઝનેસ ઉપર માઠી અસર જોવા મળી હતી.

શિક્ષણ કાર્ય ઠપ થતાં વાલીઓ સહિત વિદ્યાર્થીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. શિક્ષણ કાર્ય કેમ ચાલુ રાખવું એ પણ મોટ પ્રશ્ન બન્યો હતો. આ બધા વચ્ચે શિક્ષણ વિભાગે ઓનલાઈન શિક્ષણ પર ભાર મુકતા ઘરબેઠાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવતા થયા. ઓનલાઈન શિક્ષણને લઈને જ્યાં અન્ય ધંધા-રોજગાર પડી ભાંગ્યા હતા, ત્યાં મોબાઈલ બિઝનેસને ગ્રોથ મળ્યો. મોબાઈલ બિઝનેસમાં 30 ટકા ગ્રોથ આ કોરોના કાળમાં રહ્યો એટલે કે નવસારી જિલ્લામાં જ્યાં 14 કરોડનો મોબાઈલનો બિઝનેસ હતો તે વધીને અંદાજિત 20 કરોડ સુધી પહોંચી ગયો હતો. જે અત્યાર સુધીમાં મોબાઇલ માર્કેટમાં સાૈથી વધુ છે. હાલ દિવાળીમાં પણ આટલો બિઝનેસ શક્ય બન્યો ન હતો. જે કોરોના દરમિયાન થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો