હડતાળ યથાવત:વિદ્યાર્થીની તબિયત લથડતા ધારાસભ્ય મુલાકાતે પહોંચ્યા

નવસારીએક દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓએ ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી હતી. - Divya Bhaskar
વિદ્યાર્થીઓએ ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી હતી.
  • નવસારીમાં વેટરનરી વિભાગના છાત્રોની હડતાળ યથાવત
  • ભથ્થા​​​​​​​ અંગે સરકારમાં ધ્યાન દોરવાની ખાતરી આપી

નવસારી કામધેનુ યુનિવર્સિટીના વેટરનરી વિભાગના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ ભથ્થા બાબતે છેલ્લા કેટલાક દિવસોથી હડતાળ પર ઉતરી વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. સતત હડતાળ પર બેસવા અને વરસાદમાં પલળવાને કારણે ગતરોજ કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. જેના કારણે એક વિદ્યાર્થીને હોસ્પિટલ પણ લઇ જવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઇને થતા તેઓ વિદ્યાર્થીઓને મળવા માટે પહોંચ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઇને વિદ્યાર્થીઓએ પોતાને મળતા ઇન્ટર્નશીપ ભથ્થા વિશે અન્ય રાજ્યો અને ગુજરાતમાં મળતા ભથ્થા વિશે પૂરતી માહિતી આપી હતી. આ બાદ ધારાસભ્યે વિદ્યાર્થીઓની આ માગને સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પહોંચાડી યથાયોગ્ય કરી માંગણી સંતોષાય તે માટે ઘટતુ કરવાની બાંહેધરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓ સાથે લાંબો સમય સુધી વાતચીત કરી તમામ પરિસ્થિતિથી અવગત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...