તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરીની ઉપમા:સંસ્કારી નગરીની ઉપમાને સેવાના ભેખધારીઓએ કરી દીધી સાર્થક

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીમાં નવસારીમાં સામાજિક સંસ્થાઓ લોકડાઉનમાં સમાજ સેવાનું જે બીડું ઉઠાવ્યું હતું તેમાં પોલીસનો સાથ સહકાર મળ્યો હતો. નવસારીમાં સિંધી કેમ્પમાં આવેલા રામરોટી પરિવાર દ્વારા લોકડાઉનમાં સવારે અને સાંજે લોકોને ગરમ ગરમ જમવાનું આપી તેમની જઠરાગ્નિ શાંત કરી છે. આશરે એક હજારથી વધુ લોકોને લોકડાઉન દરમિયાન વિનામૂલ્યે ભોજન આપ્યું હતું.

ઝવેરી સડક પર આવેલી પદમાવતી સંસ્થા દ્વારા પોલીસ જવાનોને તેમજ જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ઈન્સ્ટન્ટ ભોજનના તૈયાર પેકેટો આપવામાં આવ્યા. પૂર્વ સ્વતંત્ર સૈનિકોની સંસ્થા અને ઉત્કર્ષ સંસ્થા દ્વારા એક માસ સુધી લોકોને વિનામૂલ્યે શાકભાજીના પેકેટ બનાવી વિતરણ કરાયું. વિજલપોરની આર.કે પ્રેરણા સંસ્થા દ્વારા ગરીબ બાળકોને નોટબુક, માસ્ક ઘરે જઈને અપાયા હતા.

નવસારી ડાયમંડ એસોસિએશન અને નવસારી ટ્રાફિક વિભાગના સૌજન્યથી પોલીસકર્મી માટે દરરોજ 800થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરી સમગ્ર જિલ્લામાં પોલીસકર્મીઓ, જવાનોને જે તે પોઈન્ટ પર ફરજ બજાવતા ત્યાં ભોજન પહોંચાડાયું હતું. બૃહદ અનાવિલ અને વન બ્લડ અનાવિલ યુવા ગ્રુપનાં સથવારે 221 યુનિટ રક્ત સહિત કોરોનાને માત આપી સારા થયેલા 21 જેટલા યુવાને પ્લાઝમાનું દાન કરી માનવતા મહેકાવી હતી. નવસારી રેડક્રોસ બ્લડ બેંકને કોરોના મહામારીમાં 37 જેટલી સંસ્થાએ 1173 રક્ત બેગ આપી માનવતા મહેંકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો