તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડી ગાયબ:મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચ્યો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થયો અને આ સાથે મંગળવારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી બપોરે નોંધાયુ હતું. જયારે પવન પણ પ્રતિ કલાકે 5 કિમીની ઝડપે ફૂંકાયો હતો. નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમ વિભાગમાંથી મળતી માહિતી મુજબ મંગળવારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 17 ડિગ્રીએ રહ્યું હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 73 ટકા અને બપોરે તેમાં ભારે ઘટાડો થતા 54 ટકા નોંધાયું હતું. નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પવન પણ 5 કિમીની ઝડપે ફૂંકાયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં મહત્તમ તાપમાન જોઈએ તો 31મી જાન્યુઆરીએ 32 ડિગ્રી, 1લી ફેબ્રુઆરીએ ૩૩.7 અને તેમાં વધારો થઈને 2જી ફેબ્રુઆરીએ 35 ડિગ્રી નોંધાયું હતું.

સવારે ઠંડીનો ચમકારો શહેરીજનો અનુભવી રહ્યા હતા અને આગામી દિવસોમાં ઉત્તરનાં રાજ્યોમાં હિમવર્ષાનું પ્રમાણ ઘટે તો ઠંડીનો પારો ઘટી શકે એમ પણ મોસમ વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો