તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:નવસારીમાં મહત્તમ તાપામાન 4.7 ડિગ્રી વધી 38.5એ પહાેચ્યું

નવસારી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું

નવસારી જિલ્લામાં મહત્તમ તાપમાનમાં મંગળવારે વધુ 4.7 ડિગ્રી વધી 38.5 ડિગ્રી નોંધાયું હતું. બપોરે ગરમ ભેજવાળા પવનોને કારણે ગરમીમાં વધારો જોવા મળ્યો હતો. નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી મળતી માહિતી મુજબ મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે સવારે ભેજનું પ્રમાણ 91 ટકા સાથે બપોરે તેમાં ઘટાડો નોંધાઈ 41 ટકા થયું હતું.

બપોરે ગરમ ભેજવાળા પવનો ફૂંકાતા ગરમીમા વધારો થયો હતો. દિવસ દરમિયાન પવન 4 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. સોમવારે મહત્તમ તાપમાન 33.8 રહ્યું હતું તેમાં 4.7 ડિગ્રી વધી જતાં લોકોએ ગરમીથી પરેશાન થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારીમાં છેલ્લા 3 દિવસથી ગરમીનાે પારાે વધતા વાતારવણમાં ગરમીનાે પ્રમાણ વધ્યું છે. લાેકાેએ ગરમીથી બચવા વિજળી ઉપકરણાેનાે સાહારાે લેવાે પડી રહ્યાે છે. આગામી દિવસાેમાં હજુ પણ ગરમી પારાે વધે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો