ધરપકડ:સિવિલમાંથી દોઢ લાખની ધાતુની પાઇપલાઈન ચોરનાર શખસ ઝબ્બે

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે 1ની અટક કરી હતી જ્યારે 1 ફરાર હતો

છ માસ પહેલા નવસારી સિવિલ હોસ્પિટલમાં દોઢ લાખની કિંમતની પાઇપલાઇનના સામાનની ચોરી થઈ હતી. જેમાં એક આરોપીની પોલીસે અટક કરી હતી. અન્ય એક આરોપી સુરત ભાગી ગયો હતો. નવસારી એલસીબીએ બાતમીને પગલે નવસારીથી ફરાર આરોપીની અટક કરી હતી.

નવસારી જિલ્લાના તેમજ જિલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓ પકડવા એસપી ઋષિકેશ ઉપાધ્યાયે નવસારી એલસીબી પીઆઈ ડી.એસ.કોરાટને સૂચના આપી હતી. નવસારી એલસીબી સ્ટાફ નવસારી ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.

દરમિયાન હે.કો. મિલન મનસુખભાઇ તથા પો.કો. અર્જુનભાઈ પ્રભાકરભાઈને સંયુકત બાતમી મળી હતી કે, નવસારી સિવિલ હોસ્પિટલમાં 6 માસ પહેલા ધાતુની પાઇપલાઇન કિંમત રૂ.1.50 લાખની ચોરી થઈ હતી તેનો ફરાર આરોપી રાજેશ દંતાણી નવસારી દશેરા ટેકરી સરસ્વતિ મંદિર પાસે રોડ પર ઉભો છે.

પોલીસે બાતમીને આધારે તપાસ કરતા આરોપી રાજેશ દંતાણી (રહે. દશેરા ટેકરી, નવસારી) મળી આવ્યો હતો. તેણે સિવિલ હોસ્પિટલમાંથી ધાતુની પાઈપલાઈન ચોરીના ગુનામાં નાસતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને ડિટેન કરી આગળની કાર્યવાહી નવસારી ટાઉન પોલીસ કરી રહી છે. આ ચોરી પ્રકરણમાં અગાઉ એક આરોપી ઝડપાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...