સુરતના ચલથાણ ગામે ગત હોળીના મેળામાં મળેલ પરિણીતાને યુવક સાથે પ્રેમ થઇ જતા તેને નવસારીના આરક સિસોદ્રામાં પડાવમાં પતિની ગેરહાજરીમાં બોલાવ્યો હતો. રાત્રિના સમયે અચાનક પતિ આવી જતા પ્રેમીને લાકડા વડે માર મારી ફ્રેક્ચર કરી દેતા ઘાયલ પ્રેમીએ મહિલાના પતિ અને તેના એક મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.
મૂળ નંદુરબારના રહીશ અને હાલ ચલથાણ પાસે એક કંપનીમાં કામ કરતા યુવાન પ્રમોદ વસાવાએ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે ગત હોળીના મેળામાં ઉચ્છલ ગામની મીના (નામ બદલ્યું છે) મળી હતી. તેણીને તે ગમી જતા મોબાઈલ નંબર માંગ્યો હતો. પ્રમોદ અને મીના મોબાઈલ ઉપર વાતચીત કરતા હતા. મંગળવારે મીનાનો ફોન તેના ઉપર સાંજે ફોન આવ્યો અને જણાવ્યું કે તેમના પતિ વતન ગયા છે, તમે આરક સિસોદ્રા ગામે આવેલ પડાવમાં મળવા આવો. પ્રમોદ સુરતના ચલથાણ ગામેથી હોંશે હોંશે મળવા આવ્યો હતો.
ઝૂંપડામાં બંને સુતા હતા ત્યારે રાત્રિ ના 2.45 વાગ્યે મીનાનો પતિ અરવિંદ કાઠુંડ અને તેમનો મિત્ર વિલેશ કાથડ આવી જતા બનેને સાથે સુતેલી હાલતમાં જોયા હતા. જેને પગલે આવેશમાં આવીને અરવિંદે લાકડાના ડંડા વડે પ્રમોદ ઉપર હુમલો કર્યો હતો અને પ્રમોદને વિલેશ કાઠડે પકડી લીધો હતો અને અરવિંદે માર મારતા પ્રમોદને હાથ અને પગમાં ફ્રેકચર કરી બન્ને ભાગી ગયા હતા.
બંને આરોપીની અટક કરાઇ છે
આરક સિસોદ્રા ગામે બનેલી ઘટનામાં સુરતના યુવાનને માર મારનાર બન્ને આરોપીની અટક કરી કોર્ટમાં રજૂ કરતા બંનેને સબજેલમાં મોકલવામાં આવ્યા છે.> પી.એચ.કચ્છવાહા. પીએસઆઈ, નવસારી ગ્રામ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.