તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલાકારોનો કસબ:નવસારીમાં ફાઇન આર્ટના વિદ્યાર્થીઓની કલાકૃતિથી કૃષિ યુનિવર્સિટીની નિર્જીવ દિવાલ જીવંત બની ઉઠી

નવસારી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે કૃષિ -પર્યાવરણ થીમ ઉપર વર્કશોપ

નવસારી કૃષિ યુનિવર્સિટીની વોલ ઉપર 4થી એપ્રિલે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી ‘બનાસકાંઠા જનરલ વર્કસ સેવા સંઘ\’ નવસારીની સંસ્થા આયોજિત અને ‘નવસારી કૃષિ યુનિવર્સીટી\’નાં સહયોગથી 75મી વર્ષગાંઠ આઝાદીનાં અમૃત મહોત્સવ નિમિત્તે કૃષિ અને પર્યાવરણ થીમ ઉપર આધારિત વોલ પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં ફાઇન આર્ટનાં સ્ટુડન્ટ તેમજ પ્રોફેશનલ આર્ટીસ્ટોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સાબરમતીથી આવનાર દાંડીયાત્રાના તમામ પદયાત્રીઓનું સ્વાગત કરી તેઓનું નવસારી કૃષિ યુનિવર્સિટીના ડો. સી.કે.ટીમ્બડીયા તથા તેમના સ્ટાફ, કર્મચારીઓ તેમજ બનાસકાંઠા જનરલ વર્કસ સેવા સંઘ નવસારીનાં પ્રમુખ સંગીતાબેન શશીકાંત ગાયકવાડ તેમજ સેક્રેટરી રાજેશ યેતરામ સોનવણેએ ખાદીનુ વસ્ત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં નિર્ણાયક તરીકે નવસારી ચિત્ર શિક્ષક સંઘનાં પ્રમુખ કમલેશ પટેલ અને સેક્રેટરી હાજર રહી સિલેકશન કરી ટ્રોફી અને સર્ટીફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ત્રણ વિજેતા સહિત પાંચ આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓએ કલાકૃતિમાં અનેરો ઉત્સાહ દાખવ્યો
ફાઇન આર્ટના વિદ્યાર્થીઆેએ વર્કશાેપમાં ભાગ લઇ અનેરાે ઉત્સાહ દાખવ્યાે હતાે તેમના કારણે કૃષિ યુનિ.ની કાેમ્પાઉન્ડ વાેલ અનેરા ચિત્રાેથી દિપી ઉઠી છે. > સંગીતાબેન ગાયકવાડ, બનાસકાંઠા જનરલ વર્કસ સેવા સંઘ નવસારીનાં પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો