દેવઉઠી એકાદશી:વર્ષ 2021નું લગ્નનું છેલ્લું શુભમુહૂર્ત 13 ડિસેમ્બર રહેશે

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવઉઠી એકાદશી તિથિ ભેદના કારણે અમુક જગ્યાએ 14 તો અમુક જગ્યાએ 15 નવેમ્બરના રોજ ઊજવવામાં આવશે. આ દિવસથી લગ્ન અને અન્ય માંગલિક કાર્યોનો સિલસિલો શરૂ થઇ જાય છે. લોક પરંપરા પ્રમાણે આ એકાદશીને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે, એટલે આ દિવસે દરેક પ્રકારના શુભ કામ થઇ શકે છે. નવેમ્બરમાં લગ્ન માટે દેવઉઠી એકાદશી સહિત માત્ર 7 જ દિવસ મુહૂર્ત છે. ત્યાંજ, ડિસેમ્બરમાં લગ્ન માટે 6 મુહૂર્ત રહેશે. 13 ડિસેમ્બર વર્ષનું છેલ્લું મુહૂર્ત રહેશે. તો, આવતા વર્ષે પણ લગ્નની ધૂમ 20 જાન્યુઆરી પછી જ શરૂ થશે.

વર્ષ 2021ની વાત કરીએ તો લગ્ન માટે માત્ર 51 દિવસ હતા. 18 જાન્યુઆરીએ પહેલું મુહૂર્ત હતું. તે પછી ગુરુ અને શુક્ર ગ્રહના કારણે વર્ષના શરૂઆતના મહિનામાં લગ્ન થઇ શક્યા નહીં. મકરસંક્રાંતિ પછી 19 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ગુરુ તારો અસ્ત રહ્યો હતો. પછી 16 ફેબ્રુઆરીથી જ શુક્ર તારો 17 એપ્રિલ સુધી અસ્ત રહ્યો. આ કારણે લગ્નનું બીજુ મુહૂર્ત 22 એપ્રિલના રોજ આવ્યું હતું. તે પછી દેવશયન પહેલાં એટલે 15 જુલાઈ સુધી 37 દિવસ લગ્નના મુહૂર્ત રહ્યાં. હવે 15 નવેમ્બરે દેવઉઠી એકાદશીથી 13 ડિસેમ્બર સુધી લગ્ન માટે 13 દિવસ રહેશે.

અન્ય સમાચારો પણ છે...