તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય પ્રવૃતિ:વાસણ ગામના કોવિડ કેર સેન્ટરે 21 કોરોના સંક્રમિતોને નવજીવન બક્ષ્યું

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારૂ ગામ કોરોના મુક્ત ગામ સૂત્રને ગામની યુવા બ્રિગેડે સાર્થક કરી બતાવ્યું

ગણદેવી તાલુકાના વાસણ ગામે કોરોના સંક્રમણને તોડવા માટે બનાવાયેલું કોવિડ કેર સેન્ટરને વિધિવત્ બંધ કરવામાં આવ્યું હતું. આ અંગે ગણદેવી તા.પં.ના સભ્ય પ્રિયંકા રાઠોડે જણાવ્યું કે સરકારે આપેલ ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ સૂત્રને ચરિતાર્થ કરવા અને સમગ્ર વિસ્તારને કોરોના મુક્ત કરવાના ભાગરૂપે આ કેર સેન્ટર ઉભું કર્યુ હતું. લગભગ એકાદ મહિના પહેલા ગામના એક સેવાભાવી સજ્જનની ઉદાર સખાવત તેમજ રામેશ્વર યુવક મંડળના સ્નેહલ પટેલ, હિતેશ પટેલ, રાજેશ પટેલ તથા ભૂતપૂર્વ સરપંચ મહેશ રાઠોડ સહિત નવયુવકોની અથાગ મહેનતના પ્રતાપે ટૂંકા સમયમાં રામજી મંદિર હોલમાં આ આઇસોલેશન સેન્ટર ચાલુ કરાયું હતું.

કોરોના કાળમાં ગરીબ દર્દીઓ માટે આઇસોલેશનની આ છત્રછાયા હેઠળ કુલ 21 જેટલા સંક્રમિતોએ અહીં હોમ ક્વોરન્ટાઇન થઇ કોરોનાને માત આપી હતી. માત્ર 2 દર્દીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરાયા હતા. આમ ક્વોરન્ટાઈનનો મૂળ હેતુને સાચા અર્થમાં સાર્થક કરી સમગ્ર સંકુલને સેનેટાઈઝ કરાયું હતું. નજીકના લુસવાડા ગામના કોવિડ કેર સેન્ટરના કર્તાહર્તા મનિષ પટેલે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રામનવમીમાં પણ સમગ્ર ગામમાં આયુર્વેદિક ઔષધિનો ઉકાળો અને અજમો, લવિંગ,કપૂર મિશ્રિત પેકીંગનું વિના મૂલ્યે વિતરણ કરી મહામારીમાં તેનો ઉપયોગ કરવા લોકોને ગ્રામ પંચાયતના સભ્યો અને યુવાનો દ્વારા સમજાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...