રજૂઆત:ઈન્ટરસિટી ટ્રેનમાં 25મીથી હવે 10 જનરલ કોચ હશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગ્રણીઓએ સી.આર.પાટીલને કરી હતી

વલસાડ-વડોદરા વચ્ચે દોડતી ઈન્ટરસિટી ટ્રેનમાં હવે 25 ડિસેમ્બરથી 22 ડબ્બા (કોચ) દોડાવવામાં આવશે. બે દિવસ પહેલા 16 ડબ્બા જ હતા.વલસાડથી વડોદરા વચ્ચે દોડતી ઈન્ટરસિટી ટ્રેનમાં નવસારી સહિત જિલ્લાભરના મોટી સંખ્યામાં મુસાફરો અપડાઉન કરે છે. મહત્તમ મુસાફરો સુરત તરફ રોજીરોટી માટે આવજા કરે છે. કોવિડમાં ઘણો સમય બંધ રહ્યાં બાદ પુન: શરૂ તો થઈ પરંતુ રોજીંદા અપડાઉન કરતા મુસાફરો માટે પૂરતા ડબ્બા ન હોવાથી ભારે તકલીફ પડતી હતી. જેની રજૂઆતો પણ થઈ હતી.

આ દરમિયાન બે દિવસ અગાઉ નવસારી રેલવે સ્ટેશને ભારે ભીડમાં બે મુસાફરો પટકાતા ઈજા પણ થઈ હતી. જેને લઈને 17મીથી બે કોચ વધારી 16ની જગ્યાએ 18 કોચ કરાયા હતા. ઈન્ટરસિટી ટ્રેનનો સમય સુરત અપડાઉન કરનારા માટે ખુબ જ ઉપયોગી હોય તથા જનરલ કોચ પાંચથી વધારી સાત કર્યા પરંતુ હજી વધુ જરૂરિયાત હોવાની રજૂઆત નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિત નવસારીના અગ્રણીઓએ નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કરી હતી. જેની અસર થઈ છે. હવે રેલવે એ 25 ડિસેમ્બરથી ઈન્ટરસિટી ટ્રેનને 22 ડબ્બાની કરવાનો નિર્ણય કર્યો છે. વધુમાં તેમાં હવે 10 ડબ્બા જનરલ કોચ હશે.

અન્ય સમાચારો પણ છે...