તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંદેશ:ચાલશે, ફાવશે અને પરવડશેની વૃત્તિ ઘર અને પરિવારને નંદનવન બનાવી દેશે

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચાલશે, ફાવશે અને પરવડશેની વૃત્તિ ઘર અને પરિવારને નંદનવન બનાવશે. સંપૂર્ણ સ્વીકાર્ય કરી લેવાનો અભાવ તથા સહનશીલતાના અભાવને કારણે પારિવારિક સમસ્યાઓ સર્જાતી હોય છે. એકમેકને અનુકુળ થવું સહન કરી લેવું, એકબીજા માટે ધસાઇ છુટવાની વૃત્તિ રાખવી, હું પણું છોડવાનીવૃત્તિ રાખવી, મનનું ધાર્યું મૂકવાની વૃત્તિ રાખવી તથા માફ કરવાની વૃત્તિ રાખવી જેથી પરિવારમાં શાંતિ ચિરંજીવી રહેશે. દીકરા-દીકરીઓને ખૂબ ભણાવો પગ પર ઉભા રહેતા શીખવો તે સાથે સમજણ કેળવાય તેવા સંસ્કારો આપવા, વડીલોને આદર આપવાના સંસ્કારોનું સિંચન દીકરા-દીકરીઓને પ્રગતિને પંથે લઇ જશે. ઉપરોક્ત શબ્દો બાપ્સ અટલાદરા-વડોદરા મંદિરના ખ્યાતનામ વક્તા પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ પારિવારિક મૂલ્યો વિષય ઉપર બોલતાં ઉર્ચાર્યા હતા.પૂ.જ્ઞાનવત્સલ સ્વામીએ સચોટ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે,

અમેરિકામાં છૂટાછેડાના કિસ્સાઓ લડતા 300 વકીલોના ત્રણ દિવસના પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદને અંતે પતિ-પત્નિ વચ્ચેના છૂટાછેડાના કિસ્સામાં મોટેભાગે પત્નિના માતુશ્રીની દખલગીરી હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું. માતા-પિતાએ સાસરે જતી દીકરીને એવા સંસ્કાર આપવા કે નવા ઘરના રીત-રીવાજ વાતાવરણ લોકોની રીતભાત અને વર્તનને બરાબર સમજવા નવા વાતાવરણ અને નવા લોકોને સંપૂર્ણ સ્વીકારી લેવા. સાસુને માતા તુલ્યામણી અને સસરાને પિતાતુલ્ય ગણી સેવા કરવી. હકારાત્મક વિચારો,અનુકુળ થવાની વૃત્તિ જેવું તેવું ચલાવી લેવાની વૃત્તિ ઘર-પરિવારમાં શાશ્વત શાંતિ સ્થાપશે અને પરિવારમાં સંપ, સદભાવ અને એકતા પ્રસ્થાપિત થતાં પ્રગતિ થઇ શકશે. પૂ. મહંતસ્વામી મહારાજ પણ સંપ, સદભાવ અને એકતા ઉપર ખૂબ ભાર મુકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો