પદગ્રહણ:નવસારી મેડિકલ એસો.ના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી મેડિકલ એસોસિએશનની સભા નવસારી મેડિકલ હોલમાં મળી હતી. આગામી વર્ષ 2021-22ના વરાયેલા પ્રમુખ ડો. જાગૃતિ દેસાઈની ટીમનો પદગ્રહણ સમારોહ યજાયો હતો. માનદ સેક્રેટરી ડો. પ્રણવ પટેલે સંસ્થાની જીણવટભરી કામગીરીથી સૌને માહિતગાર કર્યા હતા. નવસારી મેડીકલ એસોસીએશનના નવા વરાયેલા પ્રમુખ ડો. જાગૃતિ દેસાઈની ટીમનો શપથગ્રહણ વિધિ નવસારીના પૂર્વ નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ ડો. પ્રફુલ દેસાઈએ શપથ લેવડાવ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય મહેમાન સુરતના ડો.બિપીન દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે નવનિયુક્ત પ્રમુખને આશીર્વચન પાઠવી સરળતાથી કામગીરી પાર પાડવા શુભેચ્છા પાઠવી હતી. આ સમગ્ર પદગ્રહણ સમારોહનું સંચાલન ડો. જીજ્ઞેશ ઘડિયાળીએ કર્યું હતું. જ્યારે ડો. જીજ્ઞેશ ભગતે તમામ ઉપસ્થિત અગ્રણીઓનો અને સભ્યોનો આભાર માન્યો હતો. નવા વરાયેલા પ્રમુખ ડો. જાગૃતિ દેસાઈએ આગામી વર્ષમાં કોવિડ મહામારીમાં રાહત મળશે એટલે બધા સાથે મળીને કામ કરીશું. એનએમએ હોલમાં ફાયર સેફટી તથા સીસીટીવી લગાડવાની વ્યવસ્થા કરવા જણાવી સેમિનાર યોજવાની ખાતરી આપી હતી. સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...