કોરોના અંગે તંત્ર ગંભીર:નવસારી જિલ્લામાં કોરોનાની સ્થિત ગંભીર બનતા પ્રભારી સચિવે મુલાકાત લીધી

નવસારી10 દિવસ પહેલા
  • જિલ્લામાં એક જાન્યુઆરીથી અત્યાર સુધી કોરોનાના 189 નવા કેસ નોંધાયા, 41 દર્દી સાજા થયા

નવસારી જિલ્લામાં કોરોનામાં સ્થિત નજર કરીએ તો છેલ્લા ડિસેમ્બરમાં 114 કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં 81 જેટલા કેસ સાજા થયા છે અને 1 મોત થયું હતું. ડિસેમ્બર માસમાં સ્થિત એટલી ગંભીર ન હતી પણ નવા વર્ષની શરૂઆત સાથે કોરોનાએ માથું ઊંચક્યું હતું અને 1લી જાન્યુઆરીથી કેસ વધવા લાગ્યા છે. નવા વર્ષની શરૂઆતથી અત્યાર સુધી 189 નવા કેસ સામે આવ્યાં છે. જેની સામે 41 દર્દીઓ સાજા થયા છે. જ્યારે હાલમાં 162 એક્ટિવ કેસ છે. જિલ્લામાં કોરોનાની સ્થિત ગંભીર બનતા પ્રભારી સચિવે મુલાકાત લીધી હતી.

નવસારી જિલ્લામાં વધતા કોરોના કેસની સામે તકેદારી રાખવા માટે રાજ્ય સરકારે કે.કે નિરાલા આઇ.એ.એસ ઓફિસરને પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. જેમણે તાત્કાલિક નવસારી પહોંચી આજે સર્કિટ હાઉસ ખાતે આરોગ્ય અને વહીવટી કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કોરોના કેસ અંગે માહિતી મેળવી તકેદારીના પગલાં કઈ રીતે લઈ શકાય અને કન્ટેન્મેન્ટ ઝોન સહિત સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી.

નવસારી આરોગ્ય અધિકારી ભાવેશ પટેલના જણાવ્યા મુજબ, નવસારી જિલ્લામાં 162 જેટલા એક્ટિવ કેસ છે જેમાં રાહતરૂપ થઈ શકે 90થી 95 ટકા દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. માત્ર એક દર્દીને ઓક્સિજનની જરૂર પડતા તેને ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. સાથે જિલ્લામાં ધનવંતરી રથ સહિત 6 મોબાઈલ યુનિટ ઘરે ઘરે જઈને દર્દીઓની સારવાર અને મોનીટરીંગ કરી રહી છે. સાથે જ હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છેય નવસારી શહેર અને જિલ્લામાં 10 જેટલા ટેસ્ટિંગ ડોમ બનાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...