તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:નવસારીમાં ઉનાળાના પ્રારંભે જ 42 ડિગ્રી તાપમાન, મોસમનો સૌથી ગરમ દિવસ

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ તાપમાન 28 એપ્રિલ 2019એ 43.3 ડિગ્રી નોંધાયું હતું

નવસારીમાં ઉનાળાના પ્રારંભે જ શનિવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. જેને પગલે બપોરના સમયે નવસારીના રાજમાર્ગો સૂમસામ ભાસી રહ્યાં હતા. નવસારીમાં છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 28 એપ્રિલ 2019 એ 43.3 ડિગ્રી નોંધાયું હોવાનું મોસમ વિભાગથી માહિતી મળી હતી.નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મોસમ વિભાગમાંથી મળતી માહિતી મુજબ શનિવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું હતું.

જ્યારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61 ટકા રહ્યું હતું અને બપોરે તેમાં ઘટાડો થતા માત્ર 17 ટકા જ રહ્યું હતું. નવસારીમાં બપોરે ગરમ ભેજવાળા પવનોને કારણે ગરમી વધુ લાગતા શહેરના રાજમાર્ગો સુમસામ ભાસી રહ્યા હતા. નવસારી જિલ્લામાં શનિવારે ઉનાળાની મોસમનો સૌથી વધુ ગરમ દિવસ નોંધાયો હતો. જોકે નવસારી જિલ્લામાં સૌથી વધુ ગરમ દિવસ વર્ષ-2019માં 28મી એપ્રિલે 43.3 ડિગ્રી નોંધાયો હતો. જોકે ત્યાર બાદ 42 ડિગ્રી મહત્તમ તાપમાન ત્રણવાર નોંધાયું હતું. જ્યારે 41 ડિગ્રી પણ 8 વાર નોંધાયું હતું.

નવસારીમાં સૌથી વધુ નોંધાયેલું તાપમાન
તારીખતાપમાન (ડિગ્રી)
28 એપ્રિલ 201943.3
6 એપ્રિલ 200742.5
5 એપ્રિલ 200542
20 મે 201042
13 એપ્રિલ 202042
27 માર્ચ 202142

નવસારી કૃષી હવામાન વિભાગના જણાવ્યા મુજબ, જ્યારે 41 ડિગ્રી 8 વાર છેલ્લા 20 વર્ષમાં નોંધાયું હતું.

હિટ વેવની હાલ કોઇ શકયતા નથી
શનિવારે મોસમનો ગરમ દિવસ છે પણ ઉનાળાની શરૂઆત હોય ગરમીના પ્રમાણમાં વધારો હોય શકે. આગામી દિવસોમાં આંશિક રીતે ગરમી વધી શકે. અન્ય જિલ્લામાં હિટવેવ ચાલી રહ્યો છે પણ નવસારીમાં આંશિક ગરમીમાં વધારો થઈ શકે એમ છે. હિટ વેવની હાલ કોઈ શકયતા નથી. > પ્રવિણભાઈ પરમાર, કૃષિ હવામાન શાસ્ત્રી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો