• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • The Historic Place Dandi Has Reached, Congress Resolves To Rejuvenate The Organization With Issues Including Unemployment, Inflation.

કૉંગ્રેસની ભારત જોડો યાત્રા:ઐતિહાસિક સ્થળ દાંડી આવી પહોંચી, બેરજોગારી, મોંઘવારી સહિતના મુદ્દા સાથે સંગઠનમાં કાયાકલ્પ કરવાનો કૉંગ્રેસનો સંકલ્પ

નવસારી18 દિવસ પહેલા
  • દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બી.એમ.સંદીપ ની આગેવાનીમાં આજે મટવાડ ગામથી દાંડી સુધી યાત્રા યોજવામાં આવી

રાહુલ ગાંધીના ભારત જોડો અભિયાન અંતર્ગત કોંગ્રેસી કાર્યકરોએ દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બી.એમ.સંદીપ ની આગેવાનીમાં આજે મટવાડ ગામથી દાંડી સુધી એક પદયાત્રા યોજી હતી. જેમાં કોંગ્રેસી કાર્યકરો સહિત આગેવાનો જોડાયા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા હાલમાં ભારત જોડો યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે કન્યાકુમારીથી કાશ્મીર સુધી કોંગ્રેસી કાર્યકરો જનસંપર્ક કરશે અને મોંઘવારી બેરોજગારી સહિતના મુદ્દા ઉપર ભાજપની સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

આ યાત્રા 3570 km લાંબી રહેશે જે 150 દિવસ ચાલશે અને દેશના 12 રાજ્યો માંથી પસાર થવાની છે. સમગ્ર દેશના કોંગ્રેસના સંગઠનમાં કાયાકલ્પ કરવાના ઈરાદાથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોંઘવારી બેરોજગારી અને ભાજપ સરકાર જે ઉદ્યોગપતિની સરકાર છે તેવું પ્રચાર કરવા માટે કોંગ્રેસ પક્ષે કમર કસી છે. ત્યારે નમક સત્યાગ્રહના સાક્ષી એવા દાંડીમાં કોંગ્રેસી કાર્યકરોએ પદયાત્રા યોજીને ગાંધીજીના કાર્યોને યાદ કર્યું હતું.

નવસારીના પ્રભારી બીએમ સંદીપે જણાવ્યું હતું કે બેરોજગારી મોંઘવારી જેવા મુદ્દા ઉપર ભારત દેશના લોકોને જાગૃત કરવા માટે અમે આ યાત્રા યોજી છે. ભારત હજુ પણ ગુલામીના કાર્યકાળમાંથી પસાર થઈ રહ્યો હોય તેમ નમક સત્યાગ્રહના સાક્ષી એવા દાંડી સુધી અમે આ યાત્રા યોજી છે

અન્ય સમાચારો પણ છે...