નવસારી જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાના નવા 157 કેસ નોંધાયા હતા. આ સાથે 50 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી છે. તેમજ નવા 157 કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસ 627 થયા છે. જિલ્લામાં કુલ કેસનો આંક 8221 થયા છે. 2051 લોકોના સેમ્પલ લેવાયા હતા.
જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે જિલ્લામાં કોરોનાના નવા 157 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ચિંતા જોવા મળી રહી છે. જિલ્લામાં આ સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 627 થઈ છે. જિલ્લામાં કુલ કેસનો આંક 8221 થયા છે. 2051 લોકોના સેમ્પલ લેવાયા હતા. જિલ્લામાં 273 આઇસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે.
નવસારી જિલ્લામાં 273 જેટલા આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે. પાલિકા હદ વિસ્તારમાં પણ 13 વોર્ડમાં 13 સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં સ્થિતને અનુરૂપ દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવશે. જિલ્લામાં ઉભા કરવામાં આવેલા સેન્ટરમાં 15થી 20 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નવસારી- વિજલપોર નગરપાલિકામાં આવેલા 13 વોર્ડમાં 13 સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.