તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી મુસીબત:નવસારી જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસના 3 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું

નવી મુસીબત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારમાં રોગ ફેલાવાની પ્રથમ ઘટના

હાલમાં આરોગ્ય તંત્ર અને વહીવટીતંત્ર કોરોના સામેની જંગ જીતવા માટે મથામણ કરી રહ્યું છે ત્યારે નવસારીમાં મ્યુકોમાયકોસીસ રોગના ત્રણ દર્દીઓ વલસાડ સારવાર કરાવી રહ્યા છે જે પૈકી ચીખલીના થોરટપાડા ગામના 52 વર્ષીય એક પુરુષ સાથે વાંસદાના 45 વર્ષીય પુરુષ સાથે ૩૫ વર્ષીય મહિલા આ રોગમાં સપડાયેલા છે જેમની સારવાર વલસાડ ખાતે થઈ રહી છે.આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ આ રોગની સારવાર કરવા માટે નવસારીમાં સેન્ટર છે પણ વાંસદા અને ચીખલી માં રહેતા દર્દીઓને વલસાડ સેન્ટર નજીક પડતાં તેઓ ત્યાં સારવાર કરાવી રહ્યા છે ત્યારે આ મામલે જો આરોગ્યતંત્ર વધુ એલર્ટ બનીને કામગીરીના ન આરંભે તો ગ્રામ્ય વિસ્તારમાં આ રોગ વકરવાની ભીતિ સેવાઈ રહી છેઆ રોગની વકરતા રોકવા માટે જાગૃતિ અભિયાન ચલાવવું ખૂબ જરૂરી છે સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં આ રોગ ફેલાવાની પ્રથમ ઘટના સામે આવી છે,ત્યારે ચિંતાનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...