ક્રાઇમ:ઉભરાટ દરિયા કિનારે અજાણ્યા પ્રેમી પંખીડાના હાથ બાંધેલા મૃતદેહ મળ્યાં

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવક યુવતીએ મોતની છલાંગ લગાવી હોવાનું પોલીસનું અનુમાન

જલાલપોરના ઉભરાટ વિહાર ધામે આજે સવારે કિનારા ઉપર અજાણ્યા પ્રેમી પંખીડાની લાશ તણાઈ આવી હતી. જે બાબતે સ્થાનિકોએ મરોલી પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં લાશ ડીકમ્પોઝ હાલતમાં અને બન્નેનાં હાથ એકબીજા સાથે દોરી વડે બાંધેલા હતા. જો કે અજાણ્યા યુવક યુવતીની કોઈપણ ઓળખ ન થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જલાલપોર ખાતે ઉભરાટ આઉટ પોસ્ટના એ.એસ.આઈ હીરાભાઈ હીરાલાલે માહિતી આપતા જણાવ્યું કે, રવિવારે સવારે અરબી સમુદ્રનાં ઉભરાટ ગામ ખરપેલ ફળિયાનાં ઓવારા પાસેથી એક અજાણ્યા સ્ત્રી અને પુરુષની લાશ મળી આવી હતી, જેની તપાસ કરતા બન્ને લાશ ડીકમ્પોઝ હાલતમાં હતી. જેમાં યુવાનની ઉમર 20થી 30 વયની વચ્ચે સફેદ શર્ટ અને ભૂરા રંગની પેન્ટ અને મુસ્લિમ યુવક હોવાનું નજરે પડ્યું છે. જ્યારે યુવતીની ઉમર પણ 20 થી 25 વર્ષ કાળા રંગની ટી-શર્ટ, ખાખી કલરની પેન્ટ પહેરેલ છે. યુવતીનો ડાબો હાથ અજાણ્યા યુવકના જમણા હાથ સાથે રૂમાલથી અને ભૂરા રંગની નાયલોનની પટ્ટીથી બધેલ હાલતમાં હોય બન્ને યુવક યુવતી પ્રેમી પંખીડા હોવાનું અનુમાન ધાર્યું હતું. બન્નેની લાશ ડીકમ્પોઝ હાલતમાં હોય પોલીસ જરુરી નોંધ કરી વાલીવારસ શોધવાની તજવીજ હાથ ધરી છે. જલાલપોરના ઉભરાટ દરિયાકિનારેથી અજાણ્યા પ્રેમી પંખીડાની લાશ મળવાના મુદ્દે નવસારી જિલ્લામાં ચકચાર મચી હતી. વધુ તપાસ મરોલી પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...