સંવેદનશીલ સરકાર:નવસારીમાં કોરોનામાં માતા-પિતાના મૃત્યુ બાદ અનાથ થયેલા 30 બાળકને સરકારે દત્તક લીધા

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ તમામ બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી દર માસે 4000ની સહાય અપાશે

નવસારી સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે માતા-પિતાનું અવસાન થયું હોય અને અનાથ બનેલા બાળકો પોતાની રીતે જીવી શકે તે માટે સરકાર દ્વારા માસિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે નવસારી જિલ્લામાં પણ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા અરજી મંગાવવામાં આવી હતી. જેમાં 6 તાલુકામાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના અધિકારીઓ જઇ અરજીની ચકાસણી કરી અને 30 બાળકની અરજી મંજૂર કરી આ બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી તેમના ખાતામાં સરકાર માસિક રૂ. 4000ની સહાય આપશે.

રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો હતો. જેમાં નાના મોટા કેટલાય લોકો કોરનાની ઝપેટમાં આવી ગયા હતા. હજારોની સંખ્યામાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવી દીધા હતા.નવસારીવાસીઓ પણ તેમાંથી બાકાત નથી. નવસારી જિલ્લામાં એવા ઘરો પણ છે જયાં પરિવારના મોભી જ રહ્યા નથી તો કેટલીક જગ્યાએ ઘરના યુવાનો પણ સંક્રમણનો ભોગ બની આ ફાની દુનિયા છોડી ગયા છે. નવસારી જિલ્લામાં પણે એવા કેટલાક બાળકો છે જેણે માતાપિતાની છત્રાછાયા ગુમાવી દીધી છે.

નવસારી જિલ્લામાં કોરોનાનની પહેલી અને બીજી લહેરમાં જેમના માતા-પિતાનું મૃત્યુ થયું હોય તેવા અનાથ બાળકોને સહાય માટે સરકારે યોજના બહાર પાડી છે. જેને પગલે દરેક તાલુકા મથકે ચાઇલ્ડ વેલફેર કમિટી જઇ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ સભ્યોની રૂબરૂમાં કોઈ અરજદાર રહી નહીં જાય તેની કાળજી રાખી બાળ સુરક્ષા અધિકારીઓ સાથે મળી માહિતી લેવામાં આવી હતી. જે બાળકોના માતા-પિતા કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામ્યા છે તેવા નવસારી 8, જલાલપોર 4, ચીખલી 9, ગણદેવી 6, વાંસદાના 3 મળી કુલ 30 અનાથ બાળકોની અરજી મંજૂર કરાઇ હતી.

બાળકને સહાય આપવાની શરૂઆત કરાઇ
નવસારી જિલ્લામા કોરોના સમય દરમિયાન 30 બાળકો અનાથ કે જેના મા-બાપ મૃત્યુ પામ્યા છે તેઓને રાજ્ય સરકાર તરફથી 18 વર્ષની ઉમરના થશે ત્યાં સુધી માસિક 4000ની સહાય આપવામા આવશે. આ સહાય આપવાની શરૂઆત થઈ ગઈ છે. > ઓમપ્રકાશ અગ્રવાલ, ચેરમેન, ચાઇલ્ડ વેલફેર કમિટી નવસારી

અન્ય સમાચારો પણ છે...