તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હેમખેમ:માર્ગ ભૂલી ગયેલી યુવતીનું પરિવાર સાથે મિલન કરાવાયું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

181 અભયમ હેલ્પલાઇન ટીમને એક વ્યક્તિએ ફોન કરીને જણાવેલું કે તેમના ગામની ચોકડી પાસે 25 વર્ષની અસ્થિર મગજની યુવતી ચારેક દિવસથી આમતેમ ફર્યા કરે છે અને રસ્તા વચ્ચે બેસી રહે છે. તે પોતાનું નામ સુરેખા જણાવે છે તેમજ બીજુ કશુ જણાવતી નથી. 181 અભયમ હેલ્પલાઇન ટીમ બનાવના સ્થળે પહોંચી યુવતીને શાંતિથી સમજાવીને તેની પૂછપરછ કરતાં તેમનું નામ તેમજ તે તાપી જિલ્લાની અને પતિનું નામ જણાવ્યું હતું.

યુવતીને બે બાળક પણ છે. તેમના પતિ અડધી રાત્રે તેને રસ્તા પર છોડી જતા રહ્યાં હતાં. જેથી તેઓ ઘરનો માર્ગ ભૂલી ગઇ હતી. 181 અભયમ ટીમે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પોલીસ સ્ટેશનમાં કોલ કરી યુવતીની માહિતી મેળવી હતી. જેમાં જાણવા મળેલુ કે યુવતી પદમડુંગરી ગામની છે. જેથી ગામના સરપંચનો સંપર્ક કર્યો હતો અને યુવતીના ભાઇને ડોલવણ પોલીસ સ્ટેશને બોલાવી વાતચીત કરી હતી. ભાઇને બહેનની મેડિકલ ટ્રીટમેન્ટ કરવા જણાવ્યું હતું તેમજ યુવતીના પતિને બોલાવી તેમને કાયદાકીય સમજ આપી હતી. 181 અભયમ ટીમે ભાઇને બહેનની સોંપણી કરી હતી. બહેન હેમખેમ મળી જતાં ભાઇએ 181 અભયમ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો