ફરિયાદ:યુવતીએ ગર્ભવતી હોવાનું કહેતા જ પ્રેમી અને પરિવારજનોએ માર માર્યો

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મ તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મ તસ્વીર
  • લગ્ન વખતે જ ઘટના ઘટી, યુવતીની પોલીસમાં ફરિયાદ

નવસારી ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં રહેતી નિષ્કા (નામ બદલ્યું છે.) એ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોધાવી કે તેણી 16 વર્ષની હતી ત્યારે તેનો પરિચય ઓરેંજ હોસ્પિટલમાં કામ કરતા પ્રીતેશ રાઠોડ સાથે થયો હતો. મુલાકાત બાદ તેણીને વર્ષ-2018થી 20 ડિસેમ્બર-2021 દરમિયાન લગ્ન કરવાની લાલચ આપી લલચાવી અલગ અલગ જગ્યાએ લઇ જઇ અવારનવાર શરીરસંબંધ બાંધી તેણીને ગર્ભવતી કરી હતી.

યુવતીએ ગર્ભવતી હોવાનું જણાવતા પ્રેમીએ માર માર્યો હતો. બાદમાં પ્રેમી ભોગ બનનાર યુવતી સાથે સાદાઈથી લગ્ન કરવા એક મંદિરમાં ગયા હતા. જ્યાં પણ પ્રેમી પ્રિતેશે (ઉ.વ. 24. રહે. નવસારી)એ માર માર્યા હતો. ઉપરાંત તેની માતા સંગીતાબેન, જીગ્નેશ રાઠોડ, દીપાબેન અને રાજુભાઇ વગેરેએ પણ તેણીને માર મારી હતી. આ બાબતે ભોગ બનનારે ગ્રામ્ય પોલીસ મથકે પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...