ફાયર સેફટી:નવસારીની વધુ એક સ્કૂલનો ગેટ ફાયર સેફટી મુદ્દે સીલ કરાયો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં ફાયર સેફટી મુદ્દે વધુ 1 સ્કૂલનો 1 ગેટ પાલિકાએ સિલ કર્યો હતો. 7 જેટલી શાળાએ ફાયર સેફટીની બાંહેધરી આપી દીધી હતી.

ધ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ ફાયર સેફટી મેઝર્સ એક્ટ 2013 અંતર્ગત ઇમારતોમાં ફાયર સેફટી સુવિધા ઉભી કરી એનઓસી મેળવવાની છે, જોકે નવસારી શહેરમાં ઘણી બહુમાળી ઇમારતો, શાળાઓ, હોસ્પિટલોમાં ઉક્ત ધારાધોરણ મુજબ ફાયરસેફટી ઉભી કરાઈ નથી. જેથી પાલિકાએ નોટિસ આપી છે. નોટિસ આપવા છતાં પગલાં ન લેવાતા પાલિકાએ શાળાઓ સીલ કરવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત મંગળવારે 3 શાળાના એક-એક ગેટને સીલ મારવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ બુધવારે શહેરના કાલીયાવાડી વિસ્તારમાં આવેલી સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલનો પણ એક ગેટ સીલ કરાયો હતો.

જોકે આ સિવાય વધુ સ્કૂલો સીલ કરાઈ ન હતી. વધુમાં પાલિકા સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરની 7 જેટલી સ્કૂલે તો લેખિતમાં 15 દિવસમાં ફાયર સેફટીનું કામ કરી દેવાની બાંહેધરી આપી દીધી હતી, જેથી સીલ જેવી કડક કાર્યવાહી કરાઈ ન હતી. અન્ય કેટલીક શાળાઓએ તો કામગીરી શરૂ પણ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટીનો મુદ્દો વિવાદના વમળમાં ફસાયો છે.

અન્ય સમાચારો પણ છે...