તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હનીટ્રેપ:વીડિયોકોલ થકી નગ્ન વીડિયો શૂટ કરીને વાયરલ કરતી ટોળકીએ શહેરના યુવાનનો વધુ એક વીડિયો વાયરલ કર્યો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હનીટ્રેપમાં નબળી પરિસ્થિતિ ધરાવતા યુવાનો ફસાય છે
  • શહેરના કેટલાક પ્રતિષ્ઠિત લોકો હનીટ્રેપ ભોગ બન્યાની ચર્ચા
  • આવા પ્રકારનો આ ત્રીજો વીડિયો વાયરલ થયો

નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાઇબર ક્રાઈમમાં સમાવેશ પામેલી હનીટ્રેપની ઘટના એકાએક વધી છે. જેમાં ઠગ ટોળકીની મહિલા સભ્ય અનેક લોકોને મેસેજ પર વાત કરીને વિશ્વાસ હાંસલ કરે છે. ત્યારબાદ મહિલા વીડિયોકોલ કરી પુરુષને નગ્ન અવસ્થામાં આવીને વીડ્યો કોલ રેકોર્ડ કરવામાં આવે છે. અને ત્યાર બાદ બ્લેક મેઇલિંગ શરૂ થાય છે.

2 મિનિટ અને 47 સેકન્ડના આ વીડિયોમાં મહિલાનું મુખ જોઈ શકાતું નથી

વીડિયોકોલમાં શહેરના કેટલાક પ્રતિષ્ઠિત પુરુષોએ કઢંગી હાલતમાં આવી અભદ્ર વ્યવહારનો વીડિયો રેકોર્ડ થયા બાદ લાખથી વધુની રકમ વીડિયો વાયરલ ન કરવાના બદલામાં માંગવામાં આવે છે. જો રકમ મળે અથવા ન મળે તેવા બંને કિસ્સામાં વીડિયો વાયરલ કરીને પુરુષની આબરૂને લિલામ કરવામાં આવે છે. નવસારી શહેરના એક યુવાનનો આવો જ એક વીડિયો બે દિવસથી વાયરલ થયો છે. જેમાં તે નગ્ન અવસ્થામાં આવીને વીડિયોમાં ચેનચાળા કરતો હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. 2 મિનિટ અને 47 સેકન્ડના આ વીડિયોમાં મહિલાનું મુખ જોઈ શકાતું નથી. આ સમગ્ર મામલે જિલ્લા પોલીસે એક જાહેરનામુ બહાર પાડીને લોકોને આવા તત્વોથી સાવધ રહેવા અપીલ કરી હતી અને હનીટ્રેપ મામલે વધુ જાણકારી આપી હતી.

સોફ્ટવેરની મદદથી નગ્નતા બતાવીને પૈસા પડાવવાનો ખેલ શરૂ

આ વીડિયોમાં ભોગ બનનાર યુવાન નબળી પરિસ્થિતિનો હોય પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે આ ટોળકીએ યુવાનનો વીડિયો વાયરલ કરીને તેની આબરૂ નીલામ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ મામલે યુવાને પોલીસ કંટ્રોલમાં ફોન કરીને મદદ માંગી છે. શહેરમાં સાઇબર ક્રાઇમ અંગેની કામગીરી કરતા ચિરાગ લાડ જણાવ્યા મુજબ હનીટ્રેપ કરતી ટોળકી કેટલીકવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને યુવાનોને પણ સોફ્ટવેરની મદદથી નગ્ન બતાવીને પૈસા પડાવવાનો ખેલ શરૂ કર્યો છે. ત્યારે કોઈ પણ અજાણી એપ કે લીંકને ડાઉનલોડ અથવા ક્લિક ન કરીને સાવધાન રહેવાની સલાહ આઈ.ટી એક્સપર્ટ આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...