દુર્ઘટના ટળી:નવસારીમાં જોખમી બનેલી નાણાવટી બિલ્ડિંગના બીજા માળની ગેલેરી નમી પડતા ઉતારી લેવાઇ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નાણાવટી બિલ્ડિંગના બીજા માળની ગેલેરી નમી પડતા ઉતારી લેવાઇ. - Divya Bhaskar
નાણાવટી બિલ્ડિંગના બીજા માળની ગેલેરી નમી પડતા ઉતારી લેવાઇ.
  • નવસારી-વિજલપોર નગરપાલિકામાં 175થી વધુ ભયજનક ઇમારત આવેલી છે

નવસારીમાં આવેલા ધોબીવાડમાં નાણાવટી ઇમારતમાં ગેલેરી નમી જતા નવસારી-વિજલપોર નગરપાલિકામાં કોઈએ જાણ કરતા ફાયર બ્રિગેડે ઇમારતની ગેલેરી તોડવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે શહેરમાં ભયજનક ઇમારને નોટિસ બાબતે ફરી એકવાર નગરપાલિકા કેન્દ્રમાં આવી ગઈ છે.

નવસારીના ધોબીવાડમાં નાણાવટી ઇમારત આવેલી છે. જેમાં બે માળ આવેલા છે. ભોંયતળિયાંમાં એક પરિવાર વસવાટ કરે છે. જ્યારે પહેલા અને બીજા માળે કોઈ રહેતું નથી. વર્ષોજૂની આ ઇમારતને નગરપાલિકા દ્વારા અગાઉ ભયજનક ઇમારત હોવાથી નોટિસ પણ આપી હતી. જોકે સોમવારે સાંજે બીજા માળે આવેલી ગેલેરી અચાનક નમી પડી હતી. જેને લીધે સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. તાત્કાલિક નવસારી પાલિકામાં ફરિયાદ કરતા નવસારી ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે ધસી આવી બીજા માળેથી જે ગેલેરી નમી પડી હતી તેને ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી ન હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી -વિજલપોર નગરપાલિકામાં 175થી વધુ ભયજનક ઇમારતો આવેલી છે. જેમાં પાલિકા દ્વારા તમામ ઇમારતોના માલિકને નોટિસ આપવામાં આવી છે. જેમાંથી 70 જેટલી ઇમારતો તોડી પાડવામાં આવી છે અને અન્ય ઇમારતો કાયદાકીય ગુંચવણમાં હોવાની માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...