તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દારૂના કેસમાં બે વર્ષથી ભાગેડુ ઝડપાયો

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી એલસીબીને જિલ્લાનાં 3 અને વલસાડના 1 મળી કુલ 4 પ્રોહિબિશનના કેસમાં વોન્ટેડ આરોપીને તેના ઘરે જઈને અટક કરી હતી. નવસારી એલસીબી પીઆઈ વી.એસ.પલાસનાં સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લાનાં વિવિધ કેસોમાં વોન્ટેડ આરોપીઓની અટક કરવા માટે સ્ટાફને સૂચના આપી હતી. તે દરમિયાન એલસીબી સ્ટાફને બાતમી મળી હતી કે વલસાડમાં રહેતા દિપક નગીન પટેલ (રહે. ધારાનગર, સ્નેહ રમણ સોસાયટી, વલસાડ) ઘરે આવવાનો છે. દીપક પટેલ તેના વલસાડના ઘરે આવતા પોલીસે તેની અટક કરી હતી. આરોપીએ ભીલાડ પોલીસ મથક વિસ્તારમાં પણ એક કેસમાં વોન્ટેડ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...