તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:કછોલી ગાંધીઘર મૂકબધિર શાળાનો સ્થાપના દિન વિદ્યાર્થીઓની ગેરહાજરી વચ્ચે ઉજવાયો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુશ્કેલી-પડકારોથી ગભરાયા વિના હિંમત, ધીરજ, ધગશ-ખંત, ઉત્સાહ તથા આત્મવિશ્વાસથી પુરૂષાર્થ કરતા ધારી સફળતા પ્રાપ્ત કરી શકાય છે તે સંસ્થાના આદ્યસ્થાપક સંવર્ધક સ્વ. કીકુબાપાના જીવનમાંથી શીખવા મળે છે. ગાંધીઘર કછોલીનું જે સંકુલ ઉભુ થયું છે કુદરતી ઉપચાર હોસ્પિટલ સહિતનું તે કીકુબાપાના સંકલ્પ અને પ્રમુખ બળવંતભાઈ નાયકના પ્રયાસોને આભારી છે. સ્વ. કીકુબાપાની જીવનશૈલી અને કાર્યપ્રણાલીને આપણે સૌ આચરણમાં મૂકીશું તો સ્થાપના દિન ઉજવેલો સાર્થક ગણાશે. ઉપરોક્ત શબ્દો સંસ્થાના ઉપપ્રમુખ અનિલભાઈ નાયકે સમારોહના અધ્યક્ષસ્થાનેથી ઉચ્ચાર્યા હતા.

અનિલભાઈ નાયકે મૂકબધિર, દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ થાય અને સુસંસ્કારી નાગરિકો બને તે અંગે શિક્ષકો સહિત સૌએ ખાસ કાળજી રાખવા ઉપર ભાર મૂક્યો હતો. કોરોના કાળમાં સંસ્થાની કામગીરી અંગે વિભાગવાર માહિતી અનિલભાઈ નાયકે આપી હતી. સંસ્થાના સંચાલક મનોજકુમાર નાયકે સંસ્થાની સ્થાપનાથી સ્વ. કીકુભાઈ નાયકની રાહબરી હેઠળ થયેલ વિકાસ-પ્રગતિની વિસ્તૃત માહિતી આપી હતી. સ્વ. કીકુભાઈ નાયકે 2જી જુલાઈ 1992ના રોજ આ સંસ્થાની સ્થાપના કરેલી એટલે સંસ્થાનો 60મો સ્થાપના દિન છે એટલે આ વર્ષે સંસ્થાનું ષષ્ઠીપૂર્તિ વર્ષ પણ ગણાય છે.

આ પ્રસંગે સંસ્થાના દાતા ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ ભક્ત (નનસાડ)નું અવસાન થતા તેમના તથા કોરોના મહામારીમાં અકાળે મૃત્યુને ભેટેલા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કુમાર શાળાના આચાર્ય નિમેશભાઈ નાયક, કન્યા શાળાના આચાર્યા જાગૃતિબેન નાયક, હેતલબેન નાયક તથા શિક્ષકોએ પ્રાસંગિક વાતો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...