• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • The Fitness Of The Only Lunsikui Field In The City Deteriorates During The Monsoons, Demands That NGOs And The Municipality Work Together To Revive Lunsikui.

લોકમાગ:ચોમાસા દરમ્યાન શહેરનાં એકમાત્ર લુંસીકુઈ મેદાનની ફિટનેસ ખોરવાઈ,NGO અને પાલિકા મળીને લુંસિકુઈને ફરી ધમધમતું કરે તેવી માગ

નવસારી15 દિવસ પહેલા
  • સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મેદાન આશીર્વાદરૂપ
  • શિયાળા ઋતુમાં મેદાન પર અનેક ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થાય છે

નવસારી શહેરને એકમાત્ર લુંસીકુઈ મેદાનની ભેટ મળી છે પણ દર વર્ષે ચોમાસા દરમિયાન આ મેદાનમાં ઘાસ ઊગી નિકળે છે. જેને કારણે મોર્નિંગ વોક કરનારા અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ફિઝિક્લ કસરત કરનાર યુવાનો મેદાનનો ઉપયોગ કરી શકતા નથી. ત્યારે હવે ચોમાંસુ પોતાના અંતિમ તબક્કા છે ત્યારે પાલિકા અને સામજિક સંસ્થાઓ મળીને આ મેદાન માંથી ઘાસ અને અન્ય કચરાની સાફસફાઈ કરીને પોતાના મૂળ સ્વરૂપમાં ફેરવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

શહેરને પારસી દાતા દ્વારા ભેટમાં મળેલા આ મેદાનમાં શિયાળાની ઋતુમાં અનેક સંસ્થાઓ ક્રિકેટ ટુર્નમેન્ટમાં સહિત રમત ગમતનું આયોજન મોટા પાયે કરવા સાથે વહીવટી તંત્ર સહિત ધાર્મિક આયોજન માટે લુંસીકુઈ ગ્રાઉન્ડ એકમાત્ર વિકલ્પ તરીકે જોવાય છે. ત્યારે ચોમાસમાં આ મેદાન અસ્તવ્યસ્ત બને છે ત્યારે દર વર્ષે આ મેદાનની સાફસફાઈ માટે સામાજિક સંસ્થાઓ પાલિકા સાથે મળીને સ્વચ્છતા અભિયાન શરૂ કરે છે. ત્યારે આ વર્ષે પણ ચોમાસ બાદ વહેલીતકે મેદાન પહેલા જેવી રોનક મેળવે તેવી લોકમાગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...