તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરની તૈયારી શરૂ:નવસારી જિલ્લામાં પહેલો ઓક્સિજન પ્લાન્ટ નંખાયો

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં ભુલાફળિયા સ્થિત ઓક્સિજન પ્લાન્ટ. - Divya Bhaskar
નવસારીમાં ભુલાફળિયા સ્થિત ઓક્સિજન પ્લાન્ટ.
  • ઓક્સિજનની કિલ્લત જોઇ ઉદ્યોગ સાહસિકે પ્લાન્ટ સ્થાપવાનો નિર્ધાર કર્યો હતો

કોરોનાની બીજી લહેરમાં નવસારી જિલ્લામાં જેની સૌથી વધુ મુશ્કેલી પડી એ ‘ઓક્સિજન’ માટે હવે સુરત ઉપર નિર્ભર રહેવું નહિ પડે. જિલ્લાનો સૌથી પહેલો ઓક્સિજન પ્લાન્ટ ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે. નવસારી જિલ્લામાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. એમાંય ઘણા લોકોને ઓક્સિજન આપવાની જરૂરિયાત પડી હતી. તેની માગ સામે સપ્લાય કરવામાં તંત્રને નવનેજા પડ્યા હતા. ખાસ કરીને જિલ્લામાં ઓક્સિજનનો એકપણ પ્લાન્ટ ન હોવાને કારણે સુરત ઉપર જ નિર્ભર રહેવું પડયું હતું.

જોકે હવે આમ નહિ થાય. નવસારી જિલ્લાનો પહેલો ઓક્સિજન પ્લાન્ટ નવસારી નજીકના ભુલાફળિયામાં ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ પ્લાન્ટમાં 21 હજાર લિટરની ટાંકી છે. પ્લાન્ટમાં 7 ક્યુબીક મીટરનો એક એવા 1200 સિલિન્ડર રોજ સપ્લાય થઈ શકશે. નોંધનીય વાત એ છે કે જિલ્લામાં બીજી લહેરની પિકમાં રોજ 21 મેટ્રિક ટનની માગ હતી અને આ પ્લાન્ટમાંથી આટલો ઓક્સિજન રોજ મળી શકશે. હાલ જ્યારે કોરોનાની ત્રીજી લહેર પણ આવવાની આગાહી થઈ રહી છે અને ત્યારે પુનઃ વધુ ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તો મહત્તમ ઓક્સિજન જિલ્લામાં જ ઉભા થયેલા પ્લાન્ટમાંથી ઓક્સિજન મળી રહેશે.

પ્લાન્ટ નાંખવાનો ઉદ્દેશ નફાનો નથી
કોરોનામાં ઓક્સિજનની જે મુશ્કેલી પડી હતી, તે અમે જોઈ અને જિલ્લામાં પ્લાન્ટ ન હોય તે બાબત પણ જાણી લોકોને તકલીફ નહીં પડે તે માટે પ્લાન્ટ નાખવાનો નિર્ણય લીધો. અમારો ધંધો હિરાનો છે, આ ઓક્સિજન પ્લાન્ટનો ઉદ્દેશ નફાનો નથી. > ચંદુભાઈ ગડારા, ઓક્સિજ પ્લાન્ટના નિર્માતા, નવસારી

અન્ય સમાચારો પણ છે...