હવામાન:નવસારીમાં પ્રથમ નોરતે 36 ડિગ્રી તાપમાન

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં 3 દિવસથી વરસાદે વિરામ લેતા ભેજનું પ્રમાણ ઘટવાને કારણે અને પવનની ગતિ ઓછી હોવાથી બપોર બાદ લોકો પરસેવે રેબઝેબ થયા હતા. છેલ્લા બે દિવસથી ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને મહત્તમ તાપમાન પણ 36 ડિગ્રી નોંધાયું છે.

ભાદરવા માસના શ્રાદ્ધના દિવસો અને નવરાત્રી દરમિયાન મોટાભાગે ગરમીનું પ્રમાણ રહેતું આવેલું છે. નવસારી જિલ્લામાં આ વર્ષે શ્રાદ્ધના દિવસોમાં સતત વરસાદ થયો છે. નવરાત્રીના દિવસ શરૂ થાય તે પહેલાં જ વાતાવરણમાં ભેજના પ્રમાણમાં ઘટાડો નોંધાતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા. નવસારી કૃષિ યુનિ.ના મોસમ વિભાગમાંથી મળતી માહિતી મુજબ ગુરૂવારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 88 ટકા અને બપોરે તેમાં ઘટાડો થઈ 63 ટકા થતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા.

નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લેતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ઠંડકભર્યુ અને બપોર બાદ અચાનક ભેજનું પ્રમાણ ઘટી જતાં લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. ત્યારે બુધવારે આખો દિવસ ભેજવાળો રહ્યા બાદ મોડી સાંજે વરસાદનું ઝાપટું પડ્યું હતું. ગુરૂવારે પણ આખો દિવસ ભેજનું પ્રમાણ ઘટતા સાંજે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, મોડી સાંજે વરસાદ વરસ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...