રસીકરણ:15-18 વર્ષના 92% બાળકોને પહેલો ડોઝ આપી દેવાયો

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્કૂલે ન જતા 7519 બાળકોનું પણ રસીકરણ
  • જિલ્લામાં શુક્રવારે વધુ 6583ને રસી અપાઇ

નવસારી જિલ્લામાં 15થી 18 વર્ષના 92 ટકા જેટલા બાળકોને રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે. શુક્રવારે વધુ 6583 જણાને રસી અપાઈ હતી.સોમવારથી શરૂ થયેલ 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શુક્રવારે 5માં દિવસે જારી રહ્યું હતું.કુલ 6583 બાળકોએ રસી લીધી હતી,જેમાં સ્કૂલે જતા 5367 અને સ્કૂલે ન જતા 1216 બાળકોએ રસી લીધી હતી.

તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 2217, જલાલપોરમાં 1327, ગણદેવીમાં 683, ચીખલીમાં 1215, ખેરગામમાં 85 અને વાંસદા તાલુકામાં 1056 બાળકોને રસી અપાઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કુલ 57467 બાળકોને રસી આપવાનો ટાર્ગેટ છે,જેમાં શુક્રવાર સુધીમાં 53237 ને રસી આપી દેવાઈ છે.જેમાં સ્કૂલે જતા 45718 અને સ્કૂલે નહિ જનાર 7519 બાળકોનો સમાવેશ થાય છે.15થી 18 વર્ષના અંદાજે 92 ટકા બાળકોને રસી આપી દેવાઇ છે.બાકી રહેલને આગામી દિવસોમાં આપવાની કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...