રસીકરણ:નવેમ્બરના 24 દિવસમાં 7 હજારને જ પહેલો ડોઝ

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં હવે પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણતા તરફ

નવસારી જિલ્લામાં નવેમ્બર મહિનામાં માત્ર 7 હજાર લોકોએ જ પહેલો ડોઝ લીધો છે. જિલ્લામાં 16મી જાન્યુઆરી 2021થી શરૂ થયેલ કોવિડ રસીકરણમાં ઘણાં સમયથી પહેલો ડોઝ અને બીજો ડોઝ બન્ને અપાઈ રહ્યો છે. શરૂઆતના દિવસોમાં તો મહદઅંશે પહેલો ડોઝ જ વધુ અપાતો હતો.

જોકે છેલ્લા 1 મહિનાથી સ્થિતિ બદલાઈ છે અને જે રસીકરણ થઈ રહ્યું છે તેમાં 95 ટકા જેટલું બીજા ડોઝનું જ રસીકરણ થઈ રહ્યું છે. નવેમ્બર મહિનાની વાત કરીએ તો મહિનામાં 24 દિવસ પૂરા થયા છે ત્યારે આ દિવસો દરમિયાન માત્ર 7 હજાર લોકોએ જ પહેલો ડોઝ લીધો હતો. જેની સામે સવા લાખ લોકોએ નવેમ્બરમાં બીજો ડોઝ લઈ લીધો છે. પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણતા તરફ જઈ રહ્યું છે.

બુધવારે વધુ 8750નું રસીકરણ
જિલ્લામાં બુધવારે વધુ 8750 લોકોને કોવિડ રસી આપવામાં આવી હતી, જેમાં 8145 લોકોએ પહેલો ડોઝ અને 605 લોકોએ બીજો ડોઝ લીધો હતો. તાલુકાવાર રસીકરણ જોઈએ તો નવસારીમાં 1829, જલાલપોરમાં 984, ગણદેવીમાં 931, ચીખલીમાં 2416, ખેરગામમાં 990 અને વાંસદા તાલુકામાં 1600 જણાંને રસી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...