રસીકરણ:ડાંગ જિલ્લામાં 15 થી 18 વર્ષનાં 4829 વિદ્યાર્થીને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

આહવા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

15 થી 18 વર્ષનાં વિદ્યાર્થીને સોમવારથી વેક્સિન આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં આરોગ્યકર્મીઓ દ્વારા કુલ 77 વેક્સિનેટર ટીમ બનાવી 4127ના ટાર્ગેટ સામે 4829 વિદ્યાર્થીને વેક્સિનનો પહેલો ડોઝ આપ્યો હતો. કોરોના વાઈરસથી રક્ષણ મેળવવા માટે વેક્સિન એકમાત્ર ઉપાય છે. હાલ કોરોના વાઈરસનાં નવા નવા વેરિયેન્ટમાં જોવા મળી રહ્યા છે. દેશમાં ઓમિક્રોનનાં વાઇરસનાં કેસોમાં વધારો થતા ભારત સરકાર સતર્ક બની છે.

રાજ્ય સરકાર દ્વારા સોમવારથી 15થી 18 વર્ષનાં બાળકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાઈ છે. સોમવારે ડાંગ જિલ્લામાં જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી ડો. વીપીનભાઈ ગર્ગનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા પંચાયતનાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીતની આરોગ્યકર્મીઓની કુલ 77 વેક્સિનેટરની ટીમ બનાવી ડાંગની 54 શાળામાં કુલ 4829 વિદ્યાર્થીને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...