તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેખાડા પૂરતો વિરોધ:નવસારીમાં કોવિડ વેક્સિન માટે ચીની કંપનીની 91 હજાર સિરિન્જનો પ્રથમ જથ્થો આવી ગયો

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નવસારીમાં કોવિડ વેક્સિન માટે ચીની કંપનીની 91 હજાર સિરિન્જનો પ્રથમ જથ્થો આવી ગયો છે. - Divya Bhaskar
નવસારીમાં કોવિડ વેક્સિન માટે ચીની કંપનીની 91 હજાર સિરિન્જનો પ્રથમ જથ્થો આવી ગયો છે.
 • વાયરસના કથિત ઉદગમસ્થાનની જ ઇલાજ માટે સિરિન્જ ખરીદવામાં પસંદગી!

નવસારી જિલ્લામાં કોરોનાની વેક્સિન આપવા ચીનની કંપનીનો 91 હજાર સિરિન્જનો પ્રથમ જથ્થો નવસારી આવી ગયો છે.આગામી દિવસોમાં આવનાર કોવિડ વેક્સિન અંગે નવસારી જિલ્લામાં પણ તડામાર તૈયારી ચાલી રહી છે. આરોગ્ય કર્મીઓનું લીસ્ટ તૈયાર થઈ ગયું છે. પોલીસ, નગરપાલિકા કર્મચારી જેવા ફ્રન્ટ વર્કરોનું લીસ્ટ બની જવાની તૈયારીમાં છે તો વેક્સિન અંગેનો જિલ્લાભરનો સર્વે પણ લગભગ થઈ ગયો છે. વેક્સિન બુથ, વેક્સિન સ્ટોરેજ સ્થળ વિગેરેનો નિર્ણય પણ લેવાઈ રહ્યો છે. હવે તો વેક્સિન અંગેનું મટીરીયલ પણ આવવાનું શરૂ થઈ ગયું છે.

હજુ સુધી વેક્સિનનો સપ્લાય તો નવસારી આવ્યો નથી પણ વેકસીન જેમાં નાખી અપાનાર છે તે સિરિન્જ આવવાની શરૂઆત થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ પ્રથમ જથ્થામાં 91 હજાર જેટલી સિરિન્જ આવી છે. આ સિરિન્જ ચીનની એક કંપની વુક્ષી (wuxi)ની છે. આત્મનિર્ભરતા અને ચીનની પ્રોડક્ટની વાતો વચ્ચે વેક્સિન આપવા માટે વાયરસ જ્યાંથી આવ્યો એ ચીનની કંપની જ વાપરવાનો નિર્ણય લેવાયો છે.

અહીં ઉલ્લેલખનિય છે કે, જિલ્લામાં વેક્સિન આપવા માટેના સર્વે મુજબ તો 3.25 લાખથી વધુ લોકો વેક્સિન માટે સરકાર માટે ધારાધોરણ મુજબ નોંધ થઈ છે. જેથી સિરિન્જ પણ આટલી સંખ્યામાં જરૂર પડશે, જોકે સિરિન્જનો જથ્થો તબક્કાવાર જરૂરિયાત મુજબ આવશે એમ જાણવા મળે છે. સિરિન્જ એક જ વખત યુઝ કરી શકાશે.

2 મોટા ફ્રીઝ પણ આવ્યા
વેક્સિન આપવા માટે સિરિન્જ ઉપરાંત અન્ય સાધનો પણ આવી રહ્યા છે. વેક્સિનને સ્ટોર કરવા માટે 2 મોટા ફ્રીઝ પણ આવ્યા છે. જોકે તે ચીનની કંપનીના નથી ઓન ભારતની ગોદરેજ કંપનીના હોવાનું જાણવા મળ્યું છે.

વેક્સિનના આગમનની તારીખ હજુ નક્કી નથી
આમ તો વેક્સિન માટેની તડામાર તૈયારી તો શરૂ થઈ છે પણ હજુ અનેક બાબતો અસ્પષ્ટ છે. વેક્સિનનો જથ્થો ક્યારે આવશે અને ક્યારથી મુકવાની શરૂઆત કરાશે તે જાણી શકાયું નથી. બીજું કે વેક્સિન મુકાવવી ફરજીયાત છે કે નહીં તથા 50 થી નીચેની વયનાને બીજા તબક્કામાં મુકાશે કે નહીં તે પણ હજુ સ્પષ્ટ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો