ટેન્ડરીંગમાં વિલંબ:નવસારી પાલિકાના અનેક કામોમાં પ્રથમ પ્રયત્ને ટેન્ડરીંગમાં સફળતા નહીં

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટેન્ડરીંગમાં વિલંબ થવાનું કારણ અગાઉ કોન્ટ્રાકટરોની હડતાળ મનાય છે

નવસારી-વિજલપોર પાલિકાના અનેક મહત્ત્વના કામોમાં પ્રથમ પ્રયત્ને ટેન્ડરીંગમાં સફળતા નહીં મળતા બે-ત્રણ યા ચાર-ચાર વખત ટેન્ડરીંગ પ્રક્રિયાની ફરજ પડી છે. નવસારી-વિજલપોર પાલિકા શહેરમાં વિકાસના કામો કરતી જ રહે છે, જે માટે ટેન્ડરીંગની પ્રક્રિયા કરવી પડે છે. આમ તો મહત્તમ કામોમાં પ્રથમ પ્રયત્ને જ ટેન્ડરીંગ પ્રક્રિયામાં સફળતા મળી રહી છે. જોકે હાલના સમયમાં આવુ બન્યું નથી. પાલિકાએ કરેલ અનેક મહત્ત્વના ટેન્ડરીંગમાં પ્રથમ પ્રયત્ને સફળતા મળી નથી. જેને લઈને બે વખત યા ત્રણ, ચોથો પ્રયત્ન પણ કરવો પડ્યો છે.

ટેન્ડરીંગ માટે વધુ પ્રયત્નો કરવા પડતા કામોમાં વિલંબ પણ થઈ રહ્યો છે. પાલિકા સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વિલંબ થવાનું એક મહત્ત્વનું કારણ થોડા સમય અગાઉ કોન્ટ્રાકટરોની લાંબો સમય ચાલેલી હડતાળ છે. આ ઉપરાંત વિવિધ મટિરિયલોના ભાવોમાં થઈ રહેલા ભારે ફેરફાર પણ એક કારણ હોવાનું જાણવા મળે છે. જોકે પાલિકાને હવે નવા નીકળેલ ટેન્ડરોમાં સફળતા મળવાની આશા છે.

એકથી વધુ પ્રયત્નોવાળા કામો

 • કન્યાશાળા નં.-1નું મકાન બનાવવાની કામગીરી (બીજો પ્રયત્ન)
 • વિરાવળ નજીક પ્રોટેકશન વોલ બનાવવાનું કામ (બીજો પ્રયત્ન)
 • ટાટા તળાવમાં એચડીપીઈ લાઈનિંગ કરવાનું કામ (ત્રીજો પ્રયત્ન)
 • જલાલપોરના થાણા તળાવમાં એચડીપીઈ લાઈનિંગ કરવાનું કામ (ત્રીજો પ્રયત્ન)
 • ગધેવાન ખાતે ડ્રેનેજના મેઈન પંપીંગ સ્ટેશન ખાતે સ્ટાફ ક્વાટર્સ
 • ઓફિસ બિલ્ડીંગ, વોલનું કામ (ત્રીજો પ્રયત્ન)
 • ફુવારા નજીક બનતા નાઈટ શેલ્ટરમાં ફર્નિચર
 • ફાયર સિસ્ટમ, લીફ્ટ વગેરે કામ (ત્રીજો પ્રયત્ન)
 • સરબતિયા તળાવમાં એચડીપીઈ લાઈનિંગનું કામ (ચોથો પ્રયત્ન)
 • પાલિકાની ઈમારતોમાં
 • વરસાદી ગટરમાં રિપેરીંગ વગેરે કામ (બીજો પ્રયત્ન).
અન્ય સમાચારો પણ છે...