નવસારીની 4 બેઠકનું એનાલિસિસ, એક ક્લિક પર:નવસારીમાં 4માંથી ભાજપના ફાળે 3, કોંગ્રેસના ફાળે 1 બેઠક; ગણદેવીમાં નરેશ પટેલના નામની જ રહી બોલબાલા

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી નવસારીની 4 બેઠકોની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં નવસારીની 3 બેઠક એટલેકે જલાલપોર, નવસારી, ગણદેવીમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. જ્યારે એક બેઠક પર એટલે કે વાંસદા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે બાજી મારી હતી. જેમાં નવસારીમાં જીત મેળવનારા ચારેય ઉમેદવારોમાં 176 ગણદેવીના ઉમેદવારને મળ્યા સૌથી વધુ મત. ગણદેવીના ભાજપના ઉમેદવાર નરેશ પટેલને 1 લાખ 30 હજાર 531 મતો મળ્યા હતા. તેની સામે વાંસદાના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલને 88 હજાર 967 મતો મળ્યા. ત્યારે બીજી તરફ ગણદેવીમાં કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને વધુ મતો મળ્યા હતાં. કોંગ્રેસના અશોક પટેલના 31 હજાર 702 મતોની સામે આપના પંકજ પટેલને 37 હજાર 248 મતો મળ્યા હતાં. આપના પંકજ પટેલને કોંગ્રેસ કરતા 454 વધુ મતો મળ્યા. જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો પર કુલ 14 હજાર 084 મતો નોટામાં પડ્યા. જેમાં નોટામાં સૌથી વધુ 3 હજાર 795 મતો વાંસદા બેઠક પર નોંધાયા હતાં.

ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી નવસારીની 4 બેઠકોની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં નવસારીની 3 બેઠક એટલેકે જલાલપોર, નવસારી, ગણદેવીમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. જ્યારે એક બેઠક પર એટલે કે વાંસદા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે બાજી મારી હતી. તેમાં આજે જ્યાં નવસારી બેઠક પર જંગી બહુમતીથી ભાજપના ઉમેદવાર નરેશ પટેલે જીત મેળવતા નવસારી કાઉન્ટિંગ સેન્ટરના ગેટ પર વાંસદા કોંગ્રેસ અને ગણદેવી ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે વાતાવરણ ઉગ્ર બન્યું. નરેશ પટેલની સામે હાયરે મોગલી હાઈના નારા લાગ્યા. કાઉન્ટિંગ સેન્ટરની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થઈ બોલાચાલી થતાં બંને પક્ષો આમનેસામને થતાં પોલીસ પ્રશાસને મામલો થાળે પાડ્યો.

નવસારી જિલ્લાની ગણદેવી બેઠક પર 19 રાઉન્ડના અંતે 88 હજાર 845 મતોથી નરેશ પટેલે ગગનચૂંબી જીત હાંસીલ કરી છે. તેમજ વાંસદામાં કોંગ્રેસ ઉમેદવાર અનંત પેટેલે 32 હજાર 580 મતોથી જીત મેળવી છે. જલાલપોરની સાથે ભાજપે નવસારી અને ગણદેવી બેઠક પર પણ પોતાનો કેસરીયો લહેરાવ્યો. નવસારી જિલ્લાની જલાલપોર બેઠક પર 19માં રાઉન્ડમાં ભાજપે 68 હજાર 329 મતોથી જીત મેળવી. નવસારીમાં કોંગ્રેસના ઉમેદવારે દીપક બારોટ અને ગણદેવીમાં કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલે હાર સ્વિકારી. નવસારી જિલ્લાની જલાલપોર બેઠક પર દસમાં રાઉન્ડના અંતે જલાલપોર બેઠકના ધારાસભ્ય નક્કી થઈ ગયા છે. ભાજપ ઉમેદવાર આર.સી.પટેલે 36 હજાર 941ના જંગી મતોથી જીત મેળવી આપ અને કોંગ્રેસને પછાડી પાડ્યા છે. જલાલપોર બેઠક પર ભાજપ ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આર.સી.પટેલ પરિવાર અને કાર્યકર્તાઓ સાથે જીતની ઉજવણી કરી રહ્યાં છે.નવસારીમાં આઠમાં રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપે જલાલપોર બેઠક પર આપ અને કોંગ્રેસને 30 હજાર 886 મતોથી પાછળ છોડ્યા. જેમાં નવસારીમાં પહેલા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે ત્યાં જલાલપોર બેઠક પર 11 હજાર 452 મતોથી ભાજપના આર.સી. પટેલે બંને ઉમેદવારોને પાછળ છોડ્યાં છે.

જિલ્લામાં સરેરાશ 71 ટકા મતદાન થયું હતું
નવસારી જિલ્લામાં કુલ 10 લાખ 78 હજાર 552 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 7 લાખ 66 હજાર 825 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 3 લાખ 86 હજાર 585 પુરૂષો અને 3 લાખ 80 હજાર 231 મહિલા મતદારોએ મતદાન કર્યું હતુ. જિલ્લાની ચારેય બેઠકો પર સરેરાશ 71.06 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 73.98 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.92 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

બેઠકનું નામ2017નું મતદાન2022નું મતદાન
જલાલપોર72.05%67.00%
નવસારી71.29%65.79%
ગણદેવી74.09%71.49%
વાંસદા77.62%78.23%

કઈ બેઠક પર કેટલા રાઉન્ડમાં મતગણતરી થશે?

જલાલપોર બેઠકની મતગણતરી 14 ટેબલ પર 18 રાઉન્ડમાં થશે. જ્યારે નવસારી બેઠકની મતગણતરી 14 ટેબલ પર 18 રાઉન્ડમાં, ગણદેવી બેઠકની 14 ટેબલ પર 23 રાઉન્ડમાં, વાંસદા બેઠકની 14 ટેબલ પર 24 રાઉન્ડમાં હાથ ધરાશે. જિલ્લાની 4 બેઠકોની મતગણતરી કુલ 56 ટેબલ પર 83 રાઉન્ડમાં હાથ ધરાશે. જ્યાં દરેક ટેબલ પર 3 મત ગણતરી સ્ટાફ, એટલે અંદાજે 200 લોકો ગણતરીમાં જોતરાશે. આ સિવાય દરેક રિટનીંગ એફિસરનો સ્ટાફ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે CRPFની ટૂંકડી તૈનાત હશે.

2017માં જિલ્લાની કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે હતી ટક્કર?

જલાલપોર બેઠકની સ્થિતિ
જલાલપોર સીટ અત્યારસુધી ભાજપનો ગઢ ગણાતી હતી, જોકે હવે સમીકરણો બદલાયાં છે. છેલ્લી પાંચ ટર્મથી આ સીટ પર જીતતા ભાજપના દિગ્ગજ નેતા આરસી પટેલને આ વખતે કોંગ્રેસના ઉમેદવાર રણજિત પંચાલ તરફથી જોરદાર લડત મળી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રણજિત પંચાલ વર્ષ 2012માં 17500 મતની લીડથી હાર્યા હતા, જે ગેપ તેમણે 10 વર્ષમાં ઓછો કરી નાખ્યો છે, એવું નિષ્ણાતો કહી રહ્યા છે. જ્યારે આપના પ્રદીપ કુમાર મિશ્રાની કંઈ કોઈ અસર દેખાઈ નથી. ટૂંકમાં આ સીટ પરનો ફેંસલો ટૂંક સમયમાં બહાર પડશે.

નવસારી બેઠકની સ્થિતિ
ભાજપે નવસારી બેઠક પર આ વખતે અજાણ્યા ચહેરા રાકેશ દેસાઈને મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ 20 વર્ષથી આરએસએસ સાથે સંકળાયેલા હતા, પણ પ્રજામાં બહુ જાણીતા નહોતા. સામે કોંગ્રેસના ઉમેદવાર દીપક બારોટ જાણીતો ચહેરો છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપેશ પટેલે ભાજપ અને કોંગ્રેસ સામે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ વખતે આ બેઠક પર ઉમેદવારની જીતનો ફેંસલો ટૂંક સમયમાં થશે.

ગણદેવી બેઠકની સ્થિતિ
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી રહી ચૂકેલા નરેશ પટેલ ગણદેવી બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસ અને આપનો સામનો કરવા અડિખમ ઉભા છે. ત્યારે કોંગ્રેસે અહીં અસમંજસ સ્થિતિમાં હતી. પહેલાં શંકર પટેલને ટિકિટ આપી, પણ વિરોધ થતાં બદલીને ટિકિટ અશોક પટેલને મેદાનમાં ઉતાર્યા. જ્યારે બીટીપીમાંથી આપમાં આવેલા પંકજ પટેલે પોતે આદિવાસી હોવા છતાં આદિવાસી મતદારોમાં કોઈ પ્રભાવ પાડી શક્યા નહિ. ટૂંકમાં આ સીટ પરનો ફેંસલો ટૂંક જ સમયમાં બહાર પડશે.

વાંસદા બેઠકની સ્થિતિ
નવસારી જિલ્લામાં સૌથી વધુ રસાકસી વાંસદા બેઠક પર જોવા મળી રહી છે. કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અનંત પટેલના મોટા પ્રમાણમાં કમિટમેન્ટ મતદારો છે, પણ આ વખતે ભાજપના પીયૂષ પટેલે જોરદાર ફાઈટ આપી છે. મતદાનના એક દિવસ પહેલાં ભાજપના ઉમેદવાર પીયૂષ પટેલ પર જીવલેણ હુમલો થયો હતો, જેથી તેમના મતદારોની તેમના તરફેણમાં સહાનુભૂતિ મળી શકે છે. આપના ઉમેદવાર પંકજ પટેલનો કોઈ પ્રભાવ જોવા મળ્યો નહોતો. ટૂંકમાં, કોંગ્રેસના અનંત પટેલનો થોડો હાથ ઉપર છે, પણ ભાજપના પીષૂય પટેલ કાંટાની ટક્કર આપી રહ્યા છે.

જિલ્લાની 2017ની સ્થિતિ
નવસારી જિલ્લામાં 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર રહ્યો હતો. 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ફાળે 3 જ્યારે કોંગ્રેસના ફાળે 1 સીટ આવી હતી. ભાજપના ઉમેદવાર જલાલપોરમાં આર.સી. પટેલ, નવસારીમાં પિયુષ દેસાઈ અને ગણદેવીમાં નરેશ પટેલે બાજી મારી તો વધેલી એક સીટ એટલેકે વાંસદા બેઠક પર કોંગ્રેસના અનંત પટેલે બાજી મારી હતી. આમ 2017માં કોંગ્રેસ ભાજપ જોડેથી સીટ હાંસલ કરવામાં પાછળ રહી હતી અને ભાજપે 4માંથી 3 સીટ પોતાના નામ કરીને કોંગ્રેસને કરારી હારનો સ્વાદ ચખાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...